વહેલી સવારે કોલેજ જવાની ઉતાવળમાં 24 વર્ષના યુવકને દર્દનાક મોત મળ્યું… જાણો યુવક સાથે એવું તો શું બન્યું હશે…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં MBAમાં અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થીને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ સવારે વિદ્યાર્થીને કોલેજમાં પેપર આપવા જવાનું હતું.

જેના કારણે તે ઉતાવળમાં તૈયાર થઈ રહ્યું હતું. આ દરમિયાન જ્યારે તે બાથરૂમમાં ન્હાવા જાય છે. ત્યારે એ બાથરૂમમાં પડી ગયો હતો. આ ઘટના માટે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પછી પરિવારના સભ્યો દીકરાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં સારવાર દરમિયાન દીકરાનું મોત થયું હતું. આ દુઃખદ ઘટના ઇંદોરના વિજયનગર વિસ્તારમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ રિતેશ હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. રિતેશ બાથરૂમમાં લપસી ગયો હતો.

આ ઘટનામાં તેના માથાના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેની બહેનને એમ્બ્યુલન્સ બોલાવી હતી અને એમ્બ્યુલન્સની મદદથી રિતેશને સારવાર માટે એમવાય હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.

રિતેશ એમબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. મંગળવારના રોજ તેને પેપર આપવા માટે જવાનું હતું જેના કારણે તે ઉતાવળમાં હતો. આ દરમિયાન તેની સાથે આ દુઃખદ ઘટના બની હતી. રિતેશ તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે માથામાં અચાનક ઈજા પહોંચતા યુવકનું મોત થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*