સાવ એટલે સાવ નાની એવી વાતમાં 24 વર્ષના યુવકે ટ્રેનની સામે કૂદીને સુસાઈડ કરી લીધું… જાણો શું છે સુસાઈડનું કારણ…

આજકાલે સુસાઇડના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે સાવ નાની એવી વાતમાં ટ્રેનની સામે કૂદીને સુસાઇડ કરી લીધું છે. જાણવા મળી રહ્યું છે કે ઓલપાડ તાલુકાના કિમ વિસ્તારમાં રહેતા 24 વર્ષના યુવકે ટ્રેનની સામે કૂદીને સુસાઇડ કર્યું હતું.

આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. યુવકને તેના માતા પિતાએ નવો મોબાઈલ લેવા અંગે ઠપકો આપ્યો હતો અને પછી યુવકે સુસાઇડ કરી લીધું હતું.

સુસાઇડ કરનાર યુવકનું નામ સુનિલભાઈ બળવંતભાઈ પટેલ હતું. સુનિલ પોતાના માતા પિતા સાથે રહેતો હતો અને નજીકની કંપનીમાં નોકરી કરતો હતો. આજથી ચાર મહિના પહેલા સુનીલના માતા પિતાએ તેને નવો મોબાઈલ લઈને આપ્યો હતો.

ત્યારે થોડાક દિવસ પહેલા સુનિલે નવા મોબાઈલ માટે પાછી પોતાના માતા પિતા પાસે માંગ કરી હતી. ત્યારે માતા પિતાએ આ બાબત પર સુનિલને ઠપકો આપ્યો હતો. જેનું સુનિલને મનમાં લાગી આવ્યું હતું અને પછી તેને ગઈકાલે રાત્રે કેમ રેલવે સ્ટેશન પાસે ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેનની સામે કૂદીને સુસાઇડ કર્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*