24 વર્ષના યુવકે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 24 વર્ષના યુવકે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા યુવકના પરિવારજનો અને તેના સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

મૃત્યુ પામેલા યુવકનું નામ રવિ હતું. રવિ તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. આ ઘટના રાજસ્થાનના અલવર શહેરમાંથી સામે આવી રહે છે. મળતી માહિતી અનુસાર રવિએ ગુરૂવારના રોજ સાંજના સમયે પોતાના ઘરમાં રૂમમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું.

આ ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો તાત્કાલિક ઘટનાના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ રવિને નીચે ઉતારીને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં આજે ડોક્ટરે રવિની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

રવિના મોતના સમાચાર મળતા જ માતા-પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા રવિના પિતા માનસિક રીતે નબળા હતા. તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. રવિ ઘરમાં ફક્ત એક જ કમાવનાર હતો.

એવામાં આ ઘટના બનતા જ પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યો છે. રવિએ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં તો આ સમગ્ર ઘટના ને લઇને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*