ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેક આવતા મોત થવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. મિત્રો આજથી બે-ત્રણ દિવસ પહેલા રાજકોટમાં એક જ દિવસે હાર્ટ એટેક આવવાના કારણે ત્રણ લોકોને મોત થયા હતા.
ત્યારે રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ મુકેશ વઘાસિયા હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. મુકેશ એક કારખાનામાં કામ કરતો હતો. મુકેશનું હાર્ટ એટેક આવતા મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. મળતી માહિતી અનુસાર કારખાનામાં કામ કરતા મુકેશ વઘાસિયાને હાર્ટ એટેક આવ્યો હતો.
ત્યારબાદ મુકેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે મુકેશની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી ગયા છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના યુવાનો અને યુવતીઓમાં હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. એક બે દિવસ પહેલા રાજકોટમાં એક જ દિવસે હાર્ટ એટેક આવતા ત્રણ લોકોના મોત થયા હતા. જેમાં બે યુવાનો અને એક યુવતી નો સમાવેશ થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment