ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. હજુ ચાર દિવસ પહેલા કપડવંજના પેટ્રોલ પંપ પર એક યુવકનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું. આ ઘટનાનો એક વિડિયો પણ સામે આવ્યો હતો. ત્યારે હાલમાં બનેલી તેવી જેક ઘટના નવસારીમાંથી સામે આવી રહી છે.
આ હીરાના કારખાનામાં બારી પાસે ઉભેલા યુવકને અચાનક જ હાર્ટ એટેક આવ્યો હતો અને તે ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વિગતવાર વાત કરીએ તો મૂળ ગીર સોમનાથ જીલ્લાનો રહેવાસી અને હાલમાં નવસારીના જલાલપોરમાં રહીને આર.સી.જેમ્સમાં કામ કરતા 24 વર્ષના રત્નકલાકાર પ્રકાશનું હાર્ટ એટેક આવતા મોત થયું છે.
જાણવા મળી રહ્યું છે કે પ્રકાશ દરરોજની જેમ હીરાના કારખાનામાં કામ કરવા માટે આવ્યો હતો. સવારે લગભગ આઠ વાગ્યાની પ્રકાશ કારખાનાની બારી પાસે ઉભો હતો, ત્યારે અચાનક જ તે જમીન પર ઢળી પડ્યો હતો. આ ઘટના બનતા જ ત્યાં હાજર અન્ય કલાકારો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને પછી પ્રકાશને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
નવસારીમાં હીરાના કારખાનામાં 24 વર્ષના રત્નાકલાકારનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… જુઓ મોતની ઘટનાનો લાઈવ વિડિયો… pic.twitter.com/B2Osnkfvao
— GUJJU ROCKZ (@gujju_rockz) August 21, 2023
જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા પ્રકાશને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પ્રકાશના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, બારી પાસે ઉભેલો પ્રકાશ અચાનક જ લથડીયા ખાય છે અને પછી તે જમીન પર ઢળી પડે છે.
આ પહેલા પણ તમે આવી ઘણી ઘટનાઓના વિડીયો જોયા હશે, જેમાં હાર્ટ એટેક આવવાના કારણે લોકોના મોત થયા હશે. કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment