એક 24 વર્ષની યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, યુવતી પોતાની સગાઈના ફોટા સોશિયલ મીડિયામાં મૂક્યા ત્યારે કંઈક થયું એવું કે…

મિત્રો દેશમાં હવે જીવ ટૂંકાવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આજકાલના યુવાન અને યુવતીઓ નાની-નાની બાબતમાં આ પગલું ભરી લેતા હોય છે. ત્યારે અજમેરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મોડી રાત્રે એક યુવતીએ પોતાના ઘરના રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન રોકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતીના ઓગસ્ટ મહિનામાં લગ્ન થવાના હતા.

યુવતીના લગ્ન થાય તે પહેલા તો તેનો સંબંધ તૂટી ગયો હતો. જેના કારણે યુવતી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. યુ તે પોતાનું જીવન ટુંકાવ્યું તે પહેલા એક પાનાની સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં યુવતીએ તેના મંગેતર અને તેની ગર્લફ્રેન્ડને તેના મૃત્યુના જવાબદાર ગણાવ્યા છે. આ ઉપરાંત તેને લખ્યું હતું કે, આ બાબતના તમામ પુરાવા તેના મોબાઇલમાં છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતીએ થોડાક દિવસ પહેલા પોતાની સગાઈના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં મૂક્યા હતા. આ દરમિયાન તેને એક યુવતીનો મેસેજ આવ્યો હતો કે, આ યુવક તેનો બોયફ્રેન્ડ છે. એટલું જ નહીં પરંતુ મેસેજ કરનારી યુવતીએ મૃત્યુ પામેલી યુવતીને બોયફ્રેન્ડથી દૂર રહેવાની પણ ધમકી આપી હતી.

જ્યારે આ તમામ બાબત છોકરાના પરિવારજનોને કહેવામાં આવે ત્યારે તેમને યુવતી સાથે સંબંધ તોડી નાખ્યો હતો. જેના કારણે યુવતી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી અને તેને આ પગલું ભરી લીધું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાને સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સુસાઇડ નોટ અને મોબાઇલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર 24 વર્ષે પૂજા નામની યુવતીએ 4 જુલાઈના રોજ પોતાના ઘરે દોરડા વડે પંખા પર લટકીને પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. આ ઘટના બન્યા બાદ પરિવારના લોકો પૂજાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે પૂજાને મૃત જાહેર કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે પૂજાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

મંગળવારના રોજ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દીધું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પૂજાના ભાઈ રાકેશે કેસ નોંધાવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, પૂજાએ સુસાઇડ નોટમાં તેના મંગેતર સુધીર અને તેની ગર્લફ્રેન્ડ નેહાને તેના મૃત્યુના જવાબદાર ગણાવ્યા છે. સુધીર અને પૂજાના લગ્ન ઓગસ્ટ મહિનામાં થવાના હતા. પરંતુ લગ્ન થાય તે પહેલા તો પૂજા એ પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*