ગુજરાત રાજ્યમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ છેલ્લા થોડાક દિવસોથી ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં સામખિયાળીમાં શાંતિનગરમાં રહેતા યુવાને તળાવમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.
ઘટનાની જાણ પરિવારજનોને તથા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી મુજબ, મૃત્યુ પામેલા યુવાનના નજીકના પરિવારજનો પાસેથી માહિતી મળી છે કે યુવાન બીમારીથી પીડાતો હતો. મૃત્યુ પામેલા યુવાનનું નામ ચેતનકુમાર દિલીપભાઈ રેહાણી હતું. તેની ઉંમર 24 વર્ષની હતી.
ચેતન સામખિયાળીના શાંતિનગરમાં પ્રજાપતિ સમાજ વાડી પાસે રહેતો હતો. મળતી માહિતી અનુસાર સવારે દસ વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યા બાદ જામખંભાળિયાના તળાવમાંથી ચેતન મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ચેતનના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
ચેતનના નજીકના પરિવારજનો પાસેથી માહિતી મળી છે કે, ચેતનનું અકસ્માત થયું ત્યારબાદ તે ખૂબ જ બીમાર રહેતો હતો. આ બીમારીથી કંટાળીને કદાચ છે તને આ પગલું ભરી લીધું હોય શકે છે. મળતી માહિતી અનુસાર લોહાણા સમાજના યુવાન વેપારીનું આ રીતે મૃત્યુ થતાં સમાજના આગેવાનો પરિવારને આશ્વાસન આપવા માટે પહોંચી ગયા હતા.
જ્યારે સાંજે ચેતનની અંતિમયાત્રા નિકળી ત્યારે અંતિમ યાત્રામાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. ચેતનના મૃત્યુના કારણે પરિવારજનો અને સમાજમાં માતમ છવાઈ ગયું હતું. ચેતને કયા કારણોસર આ પગલું ભર્યું તેનું હજુ કોઈ પણ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
પરંતુ બીમારીના કારણે જે તને આ પગલું ભર્યું હશે તેવું તેમના પરિવારજનોનું કહેવું છે. મળતી માહિતી અનુસાર આ બાબતે મોડે સુધી પોલીસ મથકમાં કોઈ નોંધ પડી ન હતી. ચેતન સામખિયાળીમાં બે દુકાન ધરાવતો હતો અને દુકાન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જવાનજોધ દીકરાનું મૃત્યુ થતાં માતા-પિતા પડી ભાંગ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment