હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકનું ધોધમાં ડૂબી જવાના કારણે કરુણ મોત થયું છે. યુવક ધોધમાં આવવાની મજા માણી રહ્યો હતો પરંતુ તેને ક્યાં ખબર હશે કે તેની મજા તેના માટે મોતની સજા બની જશે. યુવક પોતાના મિત્રો સાથે પિકનિક માટે ગયો હતો.
આ દરમિયાન તે ધોધમાં નાહવા માટે ઉતર્યો હતો અને ઊંડા પાણીમાં ચાલ્યો ગયો હતો. આ કારણોસર પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત થયું હતું. આ ઘટના ઈન્દોરમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલા યુવકનું નામ શુભમ હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. શુભમનું મુહાડીના ધોધમાં પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું છે.
વિગતવાર વાત કરીએ તો શુભમ ઈન્દોરની એક મેરીયટ હોટલમાં કર્મચારી હતો. હોટલમાં એક અઠવાડિયાની રજા હોવાના કારણે તે પોતાના મિત્રો સાથે પિકનિક પર નીકળી ગયો હતો. અહીં તે પોતાના મિત્રો સાથે ધોધમાં નહાવાની મોજ માણી રહ્યો હતો. આ દરમિયાન શુભમ ઊંડા પાણીમાં ચાલ્યો ગયો હતો, જેના કારણે તે પાણીમાં ડૂબા લાગ્યો હતો.
શુભમના મિત્રો કાંઈ સમજે તે પહેલા તો શુભમ પાણીમાં ડૂબી ગયો હતો. આ ઘટનાની માહિતી મળતા જ આસપાસના લોકો અને ગામના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પછી તરવૈયાઓ એ શુભમની શોધખોળ શરૂ કરી દીધી હતી. લગભગ કલાકો બાદ શુભમના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.
ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે શુભમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. શુભમના મોતના સમાચાર મળતા જ તેના માતા-પિતા હૈયાફાટ રૂદન કર્યું હતું. શુભમ મૂળ મહારાષ્ટ્રના નાગપુરનો રહેવાસી હતો. અહીં તે પોતાના માતા-પિતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment