મિત્રો સાથે કારમાં જતા 23 વર્ષના યુવકનું અકસ્માતમાં દર્દનાક મોત… પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં મિત્રોની નજર સામે એક મિત્રનું કરુણ મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે, ટોલ બુથ પાસે અચાનક જ કાર બેકાબુ થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં કારમાં બેઠેલા 23 વર્ષના યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકે અંતિમ શ્વાસ લીધા હતા. ઉપરાંત અકસ્માતની ઘટનામાં અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

જાણવા મળી રહ્યું છે કે બેકાબુ બનેલી કાર અચાનક જ પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટના મોડી રાત્રે 10:30 વાગ્યાની આસપાસ રાજસ્થાનના કોટામાં બની હતી  વિગતવાર વાત કરીએ તો, સાનિધ્યા નામનો યુવક બીકોમમાં અભ્યાસ કરતો હતો.

રવિવારના રોજ તે પોતાના ચાર મિત્રો સાથે કારમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન તે કારની પાછળની સીટમાં બેઠેલો હતો અને એક મિત્ર કાર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં ટોલ પ્લાઝા પાસે અચાનક જ કાર બે કાબુ બની ગઈ હતી. જેના કારણે બેકાબુ બનેલી કાર પલટી ખાઈ ગઈ હતી. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

પછી ઇજાગ્રસ્ત થયેલા ચારેય લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાનિધ્યાનું મોત થયું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*