આજરોજ વહેલી સવારે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં સવારે ચાર વાગ્યાની આસપાસ એક અજાણ્યા વાહને બાઇક પર સવાર યુવાનને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
આ કારણસર તેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. આ અકસ્માતની ઘટના ભોપાલમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલો યુવક પૂર્વ મંત્રી રામપાલ સિંહના સરકારી બંગલામાં કામ કરતો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેસ દાખલ કરીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ વૈભવસિંહ રાજપૂત હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. આજરોજ વહેલી સવારે વૈભવસિંહ પોતાની બાઇક લઈને કંઈક કામથી બહાર જઈ રહ્યું હતું.
ત્યારે અચાનક જ એક અજાણ્ય વાહને તેની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં વૈભવ સિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.
ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી ત્યારબાદ આ ઘટનાની માહિતી મૃત્યુ પામેલા વૈભવ સીના પરિવારજનોને આપવામાં આવી હતી. આ ઘટનાની માહિતી મળતા જ મૃતકના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment