મિત્રના જન્મદિવસ માંથી ઘરે આવીને 23 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… જાણો એવું તો શું દુઃખ આવી પડ્યું હશે…

હાલમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. તમે ઘણી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીનીઓ ઘણી વખત સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં બીકોમના ફાઈનલીયરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સુસાઇડ કરી લીધું છે. સવારે જ્યારે પરિવારના સભ્યોને આ ઘટનાની જાણ થઈ પછી પરિવારના સભ્યો દીકરાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના ઇંદોરના MIG વિસ્તારમાં બની છે.

સુસાઈડ કરનાર યુવકનું નામ સુરજ હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. સુરાજે પોતાના ઘરમાં સુસાઇડ કર્યું હતું. જાણવા મળી રહ્યું છે કે સૂરજ મોડી રાત્રે પોતાના ઘરે આવ્યો હતો અને પછી સીધો ઉપરના માળે સુવા માટે ચાલ્યો ગયો હતો. જ્યારે બીજા દિવસે સવારે દાદા ઉપરની રૂમમાં પંખો બંધ કરવા માટે ગયા ત્યારે તેમને સુરજને પલંગ પર પડેલો જોયો હતો.

અને ઉપર એક ગળાફાંસો બનાવેલો હતો. પછી દાદાએ પરિવારના સભ્યોને બોલાવ્યા હતા અને પછી સૂરજને તાત્કાલિક એમવાય હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.અહીં હાજર ડોકટરે સૂરજની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોતના સમાચાર મળતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર સુરજ તેના મિત્રોનો જન્મદિવસ ઉજવવા માટે ગયો હતો.

રાત્રે 2:00 વાગે તે ઘરે આવ્યો હતો અને તે પછી ઉપરના રૂમમાં સુવા માટે ચાલ્યો ગયો હતો. સુરજ 3 ભાઈ બહેનમાં સૌથી મોટો હતો. તેને કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ઉપરાંત પોલીસને ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ પણ મળી નથી. હાલમાં તો પોલીસે સુરજનો ફોન કબજે લઈને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*