23 વર્ષના યુવકે ઝેરી દવા પીને પોતાના મિત્રોને ફોન કર્યો, પછી તો કંઈક એવું બન્યું કે… જાણો સમગ્ર ઘટના…

રવિવારના રોજ બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે બપોરે તેના ઘર પાસે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ યુવકે પોતાના મિત્રોને ફોન કર્યો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીં મોડી સાંજે સારવાર દરમિયાન યુવકનું મોત થઈ ગયું હતું.

હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આજરોજ મૃત્યુ પામેલા યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ સુસાઇડની ઘટના ઇન્દોરના મલ્હાર ગંજ વિસ્તારમાંથી સામે આવી રહી છે. અહીં 23 વર્ષના વિનય નામના યુવકને રવિવારના રોજ તેનો મિત્ર દીપક MY હોસ્પિટલમાં લઈને આવ્યો હતો.

હોસ્પિટલમાં મોડી સાંજે સારવાર દરમિયાન વિનયનું મોત થયું હતું. દિપકે જણાવ્યું કે, વિનયે ઝેરી દવા પીને પોતાના કેટલાક મિત્રોને ફોન કર્યો હતો. પરંતુ બે મિત્રોએ ફોન ન ઉપાડ્યો પછી તેને ત્રીજા મિત્રને ફોનમાં કહ્યું હતું કે મેં ઝેરી દવા પી લીધી છે.

વિનયે ત્રીજો ફોન દિપકને જ કર્યો હતો. આ ઘટનાની માહિતી મળતા દિપકે ઘટનાની જાણ વિનયના ભાઈને કરી હતી. પછી તો દીપક અને વિનયનો ભાઈ બંને ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પછી વિનયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં મોડી સાંજે સારવાર દરમિયાન તેને જીવનના અંતિમ શ્વાસ લીધા હતા.

વિનય એક કાપડ માર્કેટમાં એક દુકાનમાં કામ કરતો હતો. વિનયના કુટુંબમાં તેના ભાઈ, એક બહેન અને માતા-પિતાનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર હજુ પરિવારનું નિવેદન લેવાનું બાકી છે. તેમનું નિવેદન આવ્યા બાદ આ ઘટનાની સ્થિતિ સ્પષ્ટ થશે.

વિનયે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ પાછળનું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*