એક 23 વર્ષની મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું, મહિલા પાસેથી સુસાઈડ નોટ પણ મળી આવી – જાણો સમગ્ર ઘટના

છેલ્લા થોડા દિવસોથી જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ઈન્દોરમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ પ્રેમમાં પાગલ થઇને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મહિલાએ પોતાનું જીવન ટુંકાવ્યું તે પહેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી.

મળતી માહિતી અનુસાર જ્યારે મહિલાની માતા ઘરે પહોંચી ત્યારે મહિલાએ પોતાની હાથની નસ પર પ્રહાર કરીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. તેથી મહિલાની માતા તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ લઇ ગઈ હતી. પરંતુ હોસ્પિટલમાં હાજર તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી પોલીસને ઘટનાસ્થળેથી સોસાયટી નોટ મળી આવી હતી.  મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલી મહિલાની ઉંમર 23 વર્ષની હતી અને તેનું નામ શિવાની હતું. શિવાનીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, જીવી ને હું તારી થઈ શકી નહીં પરંતુ મારા મૃત્યુ ઉપર તારો હક છે.

મારા માતા-પિતા ખૂબ જ સારા છે. મારો નાનો ભાઈ ધીરજ મને ખૂબ જ પ્રેમ કરે છે. હું મારું જીવન મારી મરજીથી ટૂંક આવું છું. આ ઉપરાંત લખ્યું હતું કે, આઈ લવ યુ દિપક, દિપક પરિણિત છે છતાં પણ હું તેની સાથે લગ્ન કરવા માગું છું. હું તારી થઈ શકી નથી એટલા માટે હું મારી મરજીથી મારું જીવન ટૂંકાવી લઉં છું આઇ લવ યુ દિપક.

સમગ્ર ઘટનાને લઇને શિવાનીના પિતાએ જણાવ્યું કે, જયશ્રી નગરમાં રહેતો દિપક મારી દીકરી શિવાનીને ખૂબ જ પરેશાન કરતો હતો. એકવાર દીપકને અને મારા દીકરા સાથે મળીને સમજાવ્યો હતો. પરંતુ દિપક કોઈનું માનવા તૈયાર ન હતો. આ ઉપરાંત શિવાનીના પિતાએ કહ્યું કે, દીપક ના કારણે મારી દીકરીએ આ પગલું ભર્યું છે. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*