જેતપુરમાં 23 વર્ષની મહિલાએ પિતાના ઘરે એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો આ પગલું ભરવા પાછળનું કારણ…

Published on: 11:14 am, Mon, 9 May 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી જીવન ટૂંકાવવાના બનાવો વધતા જાય છે. ત્યારે જેતપુરના થાણાગાલોળમાં એક 23 વર્ષની મહિલાએ એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

મૃત્યુ પામેલી મહિલાનું નામ આશાબેન ચંદુભાઇ ચૌહાણ હતું અને તેમની ઉંમર 23 વર્ષની હતી. આશાબેનના લગ્ન અમરપુરાના પીયૂષ પરમાર સાથે થયા હતા. મળતી માહિતી અનુસાર બે દિવસથી આશાબેન તેમના પિતા ચંદુભાઇ ચૌહાણને ત્યાં રહેવા ગયા હતા.

આશાબેન માનસિક બીમાર હતા. છેલ્લા ઘણા સમયથી તેમની સારવાર જૂનાગઢની હોસ્પિટલમાં ચાલી રહી હતી. આશાબેન દવાઓ ખાઈને કંટાળી ગયા હતા છતાં પણ તેમને સારું થતું ન હતું. તેથી તેમને મોડી રાત્રે કોઈને પણ કશું કહ્યા વગર એસિડ પી લીધું હતું.

આ વાતની જાણ પરિવારજનોને થતાં તેઓ દીકરીને તાત્કાલિક જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. ત્યાં હાજર તબીબે આશાબેનને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે પૂછપરછ શરૂ કરી હતી. ઉપરાંત આશાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, આશાબેન માનસિક રીતે બીમાર હોવાનું અને લાંબા સમયથી સારવાર ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું.

માનસિક બીમારીથી કંટાળીને આશાબેને આ પગલું ભર્યું હશે તેવું જાણવા મળી રહ્યું છે. આ ઘટના બનતા જ બંને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જેતપુરમાં 23 વર્ષની મહિલાએ પિતાના ઘરે એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો આ પગલું ભરવા પાછળનું કારણ…"

Leave a comment

Your email address will not be published.


*