મહેસાણામાં ગરબા રમતા રમતા 23 વર્ષની યુવતીનું હાર્ટ એટેક આવતા દુઃખદ નિધન… નવરાત્રીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ…

ગુજરાત રાજ્યમાં એક પછી એક હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે અથવા તો વાહન ચલાવતી વખતે હાર્ટ એટેક આવતા લોકોના મોત થતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં ગરબા રમતા રમતા એક યુવતીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ દુઃખદ ઘટના મહેસાણામાંથી સામે આવી રહે છે. જાણવા મળી રહ્યું છે કે યુવતી મહેસાણાની સ્કૂલમાં ગરબા રમવા ગઈ હતી. ત્યારે અચાનક જ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત થયું હતું. યુવતીનું મોત થતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

હાર્ટ એટેક આવવાના કારણે પૃથ્વી પામેલી યુવતીનું નામ રુચિકા શાહ હતું અને તેની ઉંમર માત્ર 23 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર મહેસાણાના દેદીયાસનની આર.જે સ્કૂલમાં શનિવારના રોજ પ્રી-નવરાત્રીનું આયોજન રાખવામાં આવ્યું હતું.

આ નવરાત્રિના આયોજનમાં 23 વર્ષની શિક્ષિકા રુચિકા શાહે પણ ભાગ લીધો હતો. જ્યારે યુવતી સ્કૂલમાં ગરબા રમી રહી હતી ત્યારે અચાનક જ તેની તબિયત બગડવા લાગી હતી. પછી યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જ્યાં સારવાર મળે તે પહેલા તો યુવતીનું મોત થઈ ગયું હતું. ડોક્ટરના જણાવ્યા અનુસાર એટેક આવવાના કારણે મોત થયું છે. આ ઘટના બનતા જ દીકરીના પરિવારજનો અને શાળાના સ્ટાફમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*