દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જેક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવતીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. યુવતીએ સુસાઇડ કરતા પહેલા પોતાના બોયફ્રેન્ડને ફોન પર સુસાઇડની જાણકારી આપી હતી. ત્યારબાદ બોયફ્રેન્ડે યુવતીના મિત્રને ફોન કરીને આ ઘટનાની જાણ યુવતીના પિતા સુધી પહોંચાડી હતી.
ત્યાર પછી પિતા તાત્કાલિક દીકરીના રૂમમાં પહોંચ્યા ત્યારે રૂમમાં દીકરીનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ દીકરીના માતા-પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ ઘટના જયપુરમાંથી સામે આવી રહી છે. હાલમાં તો મૃત્યુ પામેલી યુવતી અને તેના બોયફ્રેન્ડના મોબાઇલ ચેટ પણ સામે આવી રહ્યા છે. મોબાઈલ ચેટમાં ખુલાસો થયો છે કે, યુવતીનો બોયફ્રેન્ડ તેના પર શંકા કરતો હતો. તે યુવતીને તેના મિત્રો સાથે વાત કરવાનીના પાડતો હતો. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી યુવતીના પિતાએ સુસાઇડ માટે ઉશ્કેરવાનો કેસ નોંધાવ્યો છે.
સુસાઇડ કરનારીઓ તનું બંસિવાલ નામ હતું અને તેની ઉંમર 23 વર્ષની હતી. તેના પિતા આયુર્વેદિક વિભાગમાં કમ્પાઉન્ડર છે. તનુ પોતાના માતા પિતા અને મોટા ભાઈ બહેન સાથે રહેતી હતી. તે BSC અને B.ED કર્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હતી.
સોમવારના રોજ રાત્રિના સમયે પરિવારના બધા સભ્યો સુઈ ગયા હતા. ત્યારે રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ એક છોકરાએ તનુના પિતાને ફોન કર્યો હતો. ત્યાર પછી તે છોકરાએ પોતાના વિશે જણાવ્યું અને પછી તેમના વિશે પૂછીને કોલ કટ કરી દીધો હતો. લગભગ પાંચ મિનિટ પછી ફરીથી તે છોકરાએ ફોન કરીને કહ્યું કે, તનુ ને શું વાંધો છે? કોલ કટ થઈ ગયા પછી પિતા ઉપરની રૂમમાં તનુને જોવા માટે ગયા હતા. પરંતુ તે ઉપરની રૂમમાં ન હતી એટલે પિતાએ નીચે આવીને સ્ટડી રૂમમાં જોયું હતું. અહીં સ્ટડી રૂમમાં લાઈટ ચાલુ હતી, પરંતુ રૂમને અંદરથી તાળું મારેલું હતું. એટલે પિતાએ વિચાર્યું કે દીકરી અભ્યાસ કરીને બગીચામાં બહાર ખુરશી પર બેઠી હશે.
થોડીક વાર પછી ત્રીજી વાર છોકરાએ તનુના પિતાને ફોન કરીને જણાવ્યું કે તનુંએ સુસાઇડ કર્યું છે. પછી તો પિતા તાત્કાલિક સ્ટડી રૂમ પાસે દોડીયા હતા. રોમ ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહીં પછી પિતાએ બારીમાંથી જોયું ત્યારે દીકરીનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.
પછી તો આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલી યુવતી અને તેના બોયફ્રેન્ડના મોબાઇલ ચેટ સામે આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે તનુએ સુસાઇડ કરતા પહેલા પોતાના બોયફ્રેન્ડને પોતાની સુસાઇડ કરવાની વાત જણાવી હતી. તેના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે બોયફ્રેન્ડથી પરેશાન થઈને યુવતીએ આ પગલું ભર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment