ગુજરાત રાજ્યમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે ગાંધીનગરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના કલોલ તાલુકાના જામળા ગામની છે. મળતી માહિતી અનુસાર અહીં મંગળવારના રોજ રાત્રે એક 22 વર્ષની મહિલાએ રૂમનો દરવાજો બંધ કરી પંખે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
આ ઘટના બનતા જ ચારેય બાજુ અફરા-તફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાના લગ્નના માત્ર દોઢ વર્ષ જ થયા હતા. મૃત્યુ પામેલી મહિલાનું નામ કોમલ હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. કોમલ ના લગ્ન દોઢ વર્ષ પહેલા 27 વર્ષે સિદ્ધરાજસિંહ ચંદનસિંહ રાણા સાથે થયા હતા.
મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ રાત્રે ગમ્યા કારણોસર કોમલે રૂમનો દરવાજો બંધ કરીને પંખા સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બનતા જ કોમલના પતિ સહિતના સાસરિયા ચોકી ઉઠ્યા હતા. આ ઘટના બન્યા બાદ કોમલના પતિ સિધ્ધરાજસિંહે આ ઘટનાની જાણ કલોલ તાલુકા પોલીસને કરી હતી.
ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતદેહનું પંચનામું કરી જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટનાની જાણ થતા પિયર પક્ષના પણ લોકો જામળા ગામ પહોંચી આવ્યા હતા. દીકરીને શારીરિક માનસિક ત્રાસ સાસરીમાં મળતો હોવાનો આક્ષેપ કરીને દીકરીના મૃતદેહને શિકારવાનો ઇનકાર પર કરી દીધો હતો.
આ ઘટનાની માહિતી મળતા કલોલ નાયાબી પોલીસ અધ્યક્ષ પી.ડી.મનવર પણ અડધી રાત્રે ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યાં તેમની સમક્ષ પિયર પક્ષના લોકોએ કહ્યું કે, સાસરિયાઓ કોમલ અને દહેજ માટે શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.
તેવા આક્ષેપો પિયર પક્ષના લોકોએ સાસરીયા પર કર્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને કલોલ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોમલે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment