સુરતમાં બનેલી વધુ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 22 વર્ષના પ્રેમીએ 47 વર્ષની પ્રેમિકાનો જીવ લઈ લીધો છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો સુરતના મેદરપુરામાં દિલ્હી ગેટ પાસે મંથન કોમ્પ્લેક્સમાં બીજા માળે ઓફિસમાં રીપેરીંગ ચાલતું હતું. ગુરૂવારના રોજ વહેલી સવારે અહીં એક 47 વર્ષની મહિલાનું મૃતદેહ મળી આવ્યું હતું. આ મહિલાનો જીવ તેના પ્રેમી એ લીધો હતો.
સમગ્ર ઘટના બન્યા બાદ મેજરપુરા પોલીસે જીવ લેવાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ. પોલીસે ઘટનાના આરોપી જગન્નાથ નામના 22 વર્ષના યુવકની રેલ્વે સ્ટેશન પાસેથી ધરપકડ કરી લીધી હતી. આરોપીએ કબુલાત કરતા જણાવ્યું હતું કે, શરીર સંબંધ બાંધવા માટે 900 રૂપિયા આપ્યા છતાં પણ મહિલા તૈયાર ન થઈ હતી.
જેના કારણે બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે મૃત્યુ પામેલી મહિલાએ આરોપીના હાથ ઉપર બચકું ભર્યું હતું. ગુસ્સામાં ભરાયેલા આરોપીએ ત્યારબાદ મહિલાનો જીવ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ રીટા ઉર્ફે માધુરી હતું. મળતી માહિતી અનુસાર રેલ્વે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં તે મોડી રાત્રે રિક્ષામાં દેહવિક્રયનો ધંધો કરતી હતી.
મળતી માહિતી અનુસાર ઘટનાના દિવસે પ્રેમી જગન્નાથ રેલવે રેલ્વે સ્ટેશનથી માધુરી સાથે રિક્ષા લઈને નીકળ્યો હતો. બંને શરીર સંબંધ બાંધવા માટે કોઈ જગ્યાએ જઈ રહ્યા હતા. જગન્નાથ પોતે જે જગ્યા ઉપર કામ કરતો હતો તેના બાજુના કોમ્પલેક્ષમાં બીજા માળે માધુરીને લઈ ગયો હતો.
બીજા માળે પહોંચ્યા બાદ જગન્નાથ થી માધુરીને શરીરસંબંધ બાંધવા માટે 900 રૂપિયા આપ્યા હતા. પરંતુ ત્યારે માધુરીએ શરીર સંબંધ બાંધવાની ના પાડી હતી અને ત્યાંથી જવાની તૈયારી કરી રહી હતી. આ વાતને લઈને બંને વચ્ચે જોરદાર ઝઘડો થઈ ગયો અને ઝઘડો એટલો વધી ગયો કે આરોપી જગન્નાથે માધુરીનો જીવ લઈ લીધો.
ત્યારબાદ આરોપી જગન્નાથ ત્યાંથી ભાગી ગયો હતો. મળતી માહિતી અનુસાર પોલીસે આરોપી જગન્નાથને રેલવે સ્ટેશન પાસેથી સાંજના સમયે પકડી પાડ્યો હતો. મૃત્યુ પામેલી મહિલા અને આરોપી જગન્નાથ એક વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment