ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે સુસાઈડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં રાજકોટમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 22 વર્ષની યુવતીએ પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. ઘટના બનતા જ દીકરીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી યુવતી રાજકોટના યુનિવર્સિટી રોડ પરના શાસ્ત્રીનગરમાં રહેતી હતી. યુવતી નું નામ મિતલબેન રાજભાઈ ગમારા હતું અને તેને વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ પોતાના રૂમમાં પંખાના હુકમાં સાડી વડે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. સમગ્ર ઘટના બનતા જ પરિવારના સભ્યોએ ઘટનાની જાણ 108 ની ટીમને કરી હતી.
ત્યાર પછી ઘટના સ્થળે પહોંચેલી 108 ની ટીમે યુવતીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની માહિતી મળતા યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી કાગળિયા કર્યા હતા અને મૃત્યુ પામેલી યુવતીના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, મિતલબેન ના આઠ મહિના પહેલા લગ્ન થયા હતા. લગ્ન થયા બાદ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. ત્યારે એક-બે દિવસ પહેલા મિતલબેન મરણ કામથી તેની માતા સાથે માવતરે આવેલા હતા. પછી સાંજના સમયે મિતલબેનને તેમના પતિ તેડવા માટે આવ્યા હતા.
ત્યારબાદ મિતલબેન ગઈકાલે વહેલી સવારે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયું હતું. મૃત્યુ પામેલા મિતલબેન એક ભાઈ અને ત્રણ બહેનમાં નાના હતા. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment