રાજકોટમાં 22 વર્ષની યુવતીએ શરીર પર આગ લગાવીને સુસાઈડનો પ્રયાસ કર્યો… યુવતીનું સારવાર દરમિયાન કરુણ મોત…જાણો શા માટે યુવતીએ સુસાઇડ કર્યું…

રાજકોટ શહેરમાં બનેલો એક સુસાઇડનો બનાવ સામે આવી રહ્યો છે. રાજકોટ શહેરના વિજય પ્લોટમાં રહેતી એક યુવતીએ પોતાના શરીર પર આગ લગાવીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં બે દિવસની સારવાર બાદ યુવતીનું કરુણ મોત થયું છે.

આ ઘટના બનતા જીવતીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી યુવતીનું નામ સોનલ ઉમેશભાઈ અબસાણિયા હતું અને તેની ઉંમર 22 વર્ષની હતી. સોનલના મોતના સમાચાર મળતા જ એ ડિવિઝન પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને સુસાઇડ કરનાર સોનલના કાકાએ પોલીસને જણાવ્યું હતું કે, સોનલે થોડાક સમય પહેલા કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને તે બે મહિનાથી મારી સાથે રહેતી હતી. સોનલના પિતા ઉમેશભાઈ મોરબી રોડ વેલનાથપરામાં રહે છે. ઉમેશભાઈના પહેલા લગ્નની સોનલ દીકરી હતી.

ઉમેશભાઈને બીજા લગ્નથી બે દીકરીઓ છે. કાકાએ વધુમાં જણાવ્યું કે, સોનલ લગભગ છ મહિના પહેલા સોશિયલ મીડિયાના મારફતે સોમનાથ તરફ રહેતા એક યુવકના પરિચયમાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ હતી અને ધીમે ધીમે બંનેની મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગઈ હતી.

સોનલ આ યુવક સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. આ વાતની જાણ થતા જ મેં અને સોનલના પિતાએ તેને લગ્ન માટે હા પાડી દીધી હતી. યુવક પણ સોનલ સાથે લગ્ન કરવા રાજી હતો.પરંતુ યુવકના પિતા કોઈ કારણોસર આ લગ્ન માટે રાજીના હતા. ત્યાર પછી સોનલ ચિંતામાં રહેતી હતી અને તેને બુધવારના રોજ પોતાના શરીર પર આગ લગાવીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે સોનલે આ પગલું ભર્યું ત્યારે એક યુવક સાથે તેનો વિડીયો કોલ ચાલુ હતો. ત્યારબાદ સોનલના શરીર પર આગ ઓલવીને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોનલ એ અંતિમ શ્વાસ લીધા હતા. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે સોનલના ફોનના આધારે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*