માતા-પિતા માટે સુરતમાંથી લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આજના જમાનામાં બધાને જ ફોનનું વરગણ છે. અને જયારે માતા પિતા બાળકોને ટોકે છે અને ઠપકો આપે છે ત્યારે બાળકો લાગી આવે છે અને તેઓ આડું અવળું પગલું લઈ બેસે છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે.
સુરતના કામરેજમાં મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ ન કરવા બાબતે માતા પિતાએ દીકરીને ઠપકો આપ્યો હતો. અને દિકરીને ખોટું લાગી આવતા દીકરીએ આપઘાત કરી લીધો હતો. પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
મળતી માહિતી અનુસાર સુરતનાં કામરેજ વિસ્તારની સુદર્શન તળાવ કે સોસાયટીમાં રહેતી 22 વર્ષીય યુવતી મોબાઈલનો અતિશય ઉપયોગ કરતી હોવાનું પરિવારજનોને ધ્યાને આવ્યું હતું. જે બાદ પરિવાજનોએ યુવતીને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાનું કહ્યું હતું. યુવતીને આ વાતનું માઠું લાગી આવતા ઘઉંમાં નાખવાની દવા પી લીધી હતી. પરિવારજનોને આ વાતની જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
જ્યાં યુવતીનું ટૂંકી સારવાર દરમિયાન દ્વારા મોત નિપજ્યું હતું. મૃતક યુવતીનું નામ તૃપ્તિકુમારી જયસુખભાઈ પાધડાળ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે કામરેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વ્હાલસોયી દીકરીનું અચાનક જ અવસાન થતા પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં શોક છવાઈ જવા પામ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે યુવતીને લાશ પીએમ અર્થે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.