ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ તેમાં જિમમાં કસરત કરતી, વખતે ગરબા રમતી વખતે અથવા તો ડાન્સ કરતી વખતે હાર્ટ એટેક આવતા લોકોના મોત થતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે.
આ ઘટનામાં એક 21 વર્ષના વિદ્યાર્થીઓને જિમમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. જ્યારે વિદ્યાર્થી જિમમાં ટ્રેડમીલ પર દોડતો હતો. ત્યારે અચાનક જ તે ઢળી પડ્યો હતો અને હાર્ટ એટેક આવવાના કારણે તેનું મોત થયું હતું. આ ઘટના બનતા જ વિદ્યાર્થીના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
આ ઘટના ગાઝિયાબાદ જિલ્લાના સરસ્વતી વિહાર કોલોની માંથી સામે આવી રહી છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, વિનય કુમાર નામનો વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે.
વિનય કુમારની પત્ની શિક્ષિકા છે અને તેના દીકરાનું નામ સિદ્ધાર્થ કુમાર હતું. સિદ્ધાર્થે આ વર્ષે ગ્રેજ્યુએશનમાં એડમિશન લીધું હતું. સિદ્ધાર્થ છેલ્લા છ મહિનાથી જીમમાં જતો હતો. શનિવારના રોજ દરરોજની જેમ તે સવારે 11.10 વાગ્યાની આસપાસ જીમમાં ગયો હતો. અહીં જિમમાં તે ટ્રેડમિલ પર દોડી રહ્યો હતો. તેની નજીક અન્ય બે યુવકો જીમમાં કસરત કરતા હતા.
गाजियाबाद में जिम में ट्रेडमिल पर चलते हुए अचानक गिरा युवक।
हार्ट अटैक से गई जान, घटना CCTV में हुई कैद।
क्लिक कर पढ़ें पूरी खबर-https://t.co/vHd5hgGlmt pic.twitter.com/PBafZKDulO— Gautam Geetarjun (गीतार्जुन) (@GautamGeetarjun) September 16, 2023
ત્યારે ટ્રેડમિલ પર દોડતી વખતે સિદ્ધાંત અચાનક જ ધીમો પડી જાય છે અને તે ટ્રેડમિલ પર પડી જાય છે. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર બંને યુવકો તાત્કાલિક સિદ્ધાર્થ પાસે પહોંચ્યા હતા. પછી તેને ઉપાડીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે સિદ્ધાર્થની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
જાણવા મળી રહ્યું છે કે સિદ્ધાર્થનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. આ સમગ્ર ઘટના જીમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment