MBBSનો અભ્યાસ કરતી 21 વર્ષની વિદ્યાર્થીનીએ કોલેજની હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો…પટેલ પરિવારમાં માતમ છવાઈ ગયો…

ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી સોસાયટીની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ભુજમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. અહીં અદાણી મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અમદાવાદની યુવતીએ સવારે પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃત્યુ પામેલી યુવતી ભણવામાં હોશિયાર હતી છતાં પણ તેને આવું પગલું શા માટે ભર્યું તે વિચારીને સૌ કોઈ લોકો અચંબિત થઈ ગયા છે.

આ ઘટનાની જાણ થતા જ અમદાવાદથી દીકરીનો પરિવાર ભુજ ખાતે દોડી આવ્યો હતો. દીકરીનું મોત થતા જ પરિવારે હૈયાફાટ રૂદન કર્યું હતું. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૂળ અમદાવાદની નરોડાની અને હાલમાં જે.કે.જનરલ હોસ્પિટલમાં આવેલ અદાણી મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને એમબીબીએસ ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 21 વર્ષની દેવાંગી મયુરભાઈ પટેલ નામની દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ ઘટના બુધવારના રોજ સવારે 8 વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે બની હોય તેવું માનવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે દીકરીએ અજ્ઞા કારણોસર રૂમમાં પંખા પર દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. અમુક સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે, દીકરીને માનસિક તણાવ, ચિંતા જેવા લક્ષણો જોવા મળતા તેને સાયકિયાટ્રીસને બતાવ્યા બાદ તે દવા લેતી હતી.

પ્રાથમિક તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે દીકરી એ તળાવમાં આ પગલું ભર્યું છે. હાલમાં તો પોલીસે દીકરીના મોતનું સાચું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે. દીકરી ના પિતા નું કહેવું છે કે વાવાઝોડા ગયા પછી દીકરીને મુંજારો થવા લાગ્યો હતી તેથી અમે તેને ઘરે બોલાવી લીધી હતી.

જ્યાં દીકરી ની દવા લેવામાં આવી હતી ત્યારબાદ તેને બધું બરોબર થઈ ગયું હતું. સરખું થઈ જતા જ દીકરીએ કોલેજ જવાનું કહ્યું હતું પરંતુ પરિવારના સભ્યોએ તેને અહીં રોકાવા માટે સમજાવી હતી. ત્યારે દીકરીએ કહ્યું હતું કે પરીક્ષા આવે છે ભણતર બગડે તેમ કહીને દીકરી પાછી કોલેજ આવી ગઈ હતી.

હાલમાં તો પોલીસે સમગ્ર ઘટનાને લઈને દીકરીના પરિવારજનો અને તેની સાથે રહેતી વિદ્યાર્થીનીઓની પૂછપરછ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે માનસિક તણાવના કારણે દીકરીએ આ પગલું ભર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*