ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સોસાયટીની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં આજી ડેમમાં કૂદીને CAનો અભ્યાસ કરતા શુભમ બગથરીયા નામના 21 વર્ષના યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. શુભમ એ સુસાઇડ જેવું મોટું પગલું ભરતા પહેલા પોતાના મોબાઈલમાં બે વિડીયો પણ બનાવ્યા હતા.
જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં શુભમ જણાવે છે કે “તે તીનપત્તી માસ્ટરમાં રૂપિયા હારી ગયો છે, મારી પાસે એટલા બધા પાપ છે કે તે શબ્દોમાં બયાન કરી શકતો નથી”વિડીયો બનાવ્યા બાદ શુભમ એ આજી ડેમમાં મોતની છલાંગ લગાવી હતી.
ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ડેમમાં શુભમના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. વીડિયોમાં શુભમ બોલી રહ્યો છે કે,”બહુ મહેનત કરીને મે, આ સ્ટેપ ઉઠાવવા માટે હું મજબૂર છું. કારણકે મારી પાસે એટલા બધા પાપ છે કે જે હું શબ્દમાં બયાન નહીં કરી શકું. આ આજી નદી છે હું કૂદીને મારી જાન દઈ દઉં છું.
આમાં કોઈનો કાંઈ વાંક નથી, મારા શેઠ બધા સારા હતા. તેણે મને 65000 રૂપિયા, હર્ષના 30,000 રૂપિયા, અશ્વિનભાઈ ના 20,000 રૂપિયા અને 15,000 રૂપિયા તેના શેરીને, આ બધા રૂપિયા હું ઓનલાઇન તીન પત્તી માસ્ટરમાં હારી ગયો. આ માટે હું જાન નથી દેતો કારણ છે કે જિંદગીથી હું થાકી ગયો છું, હવે હું સુસાઇડ કરવા માગું છું બહુ થઈ ગયું…
વધુમાં શુભમ વિડિયોમાં કહી રહ્યો છે કે, પપ્પા મમ્મી આઈ લવ યુ…હસતા રહેજો… અને જો બની શકે તો મને માફ કરજો અને મારા વગર જિંદગી જીવવાની ટ્રાય કરજો. વીડિયોના અંતમાં બધાને બાય બાય કરીને વિડીયો બંધ કરી દે છે.
રાજકોટમાં CAનો અભ્યાસ કરતા 21 વર્ષના વિદ્યાર્થીએ આજી ડેમમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું, સુસાઇડ કરતા પહેલા વિડીયો બનાવ્યો… જુઓ સુસાઇડ પહેલાનો વિડીયો… pic.twitter.com/ojJeWNvOLo
— GUJJU ROCKZ (@gujju_rockz) June 30, 2023
હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને હાલમાં તો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment