સમગ્ર દેશભરમાં અવારનવાર સુસાઇડની ઘટના સામે આવી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી છે જેમાં શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીનીઓ સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે.
આ ઘટનામાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ છઠ્ઠા માળેથી નીચે કૂદીને સુસાઇડ કરી લીધું હતું. વિદ્યાર્થીનીએ સુસાઇડ કરતા પહેલા પોતાની હથેળી પર લખ્યું હતું કે, “આજ પછી હું કોઈ ભૂલ નહીં કરું, મારુ વચન, પપ્પા, મમ્મી, ભાઈ અને રોહિત…” જાણવા મળી રહ્યું છે કે, વિદ્યાર્થીનીએ છઠ્ઠા મળે થી નીચે મોતની છલાંગ લગાવી હતી.
જમીન પર પડતા જ વિદ્યાર્થીનીનું માથું ફાટી ગયું હતું અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ ઘટના બુધવારના રોજ સવારે 11:30 વાગ્યાની આસપાસ બની હતી. ઘટના ડુંગરપુર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં બની હતી.
સુસાઇડ કરનાર યુવતીનું નામ સુધાંશી હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. દીકરીએ છઠ્ઠા માળેથી નીચે મોતની છલાંગ લગાવી હતી. ઘટના બની ત્યારે તે રૂમમાં એકલી હતી. આ ઘટના બનતા જ આસપાસના વિદ્યાર્થીઓ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યાર પછી વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. દીકરીનું મોતનું સાચું કારણ સામે આવ્યું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment