આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી જાય છે. ત્યારે એક યુવકે સોમવારના રોજ પોતાના માસીના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. યુવકે પોતાનું જીવન ટુંકાવ્યું તે પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. મંગળવારના રોજ યુવકે બનાવેલો વીડિયો સામે આવ્યો હતો.
વીડિયોમાં યુવક આ પગલું કરવા પાછળનું કારણ એક યુવતી અને તેના પરિવારજનોને ગણાવી રહ્યો છે. આ સમગ્ર ઘટનાને લઇને મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોએ યુવતીના પરિવારજનો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર 21 વર્ષીય મહાવીર સિંહ નામના યુવકે સોમવારના રોજ ભીલવાડા મોહનપુરા ગામમાં ખેતરમાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા યુવકનો મોબાઈલ જપ્ત કરી લીધો હતો. પોલીસને મોબાઈલમાંથી યુવકનું એક વિડીયો મળી આવ્યો હતો.
યુવક વીડિયોમાં કહી રહ્યો છે કે, છોકરી ને ભગાડવા નું કોઈ ટેન્શન નથી. તે સમયે કહ્યું ન હતું કે તમે મારી બહેનને લઈ જઈ રહ્યા છો. હવે પાછળથી દલીલો કરો છો. 10 લાખ રૂપિયા તો શું એક રૂપિયો પણ ન આપુ. તમે બધા મને નીચે રોકી શકશો પરંતુ ઉપર કોઈ મને રોકી નહી શકે.
આ ઉપરાંત મૃત્યુ પામેલા યુવકના મોબાઈલમાંથી યુવક અને છોકરી ના ઘણા બધા ફોટા પણ મળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર મહાવીરસિંહ એક મહિના પહેલા એક યુવતી સાથે ભાગી ગયો હતો. યુવતીના પરિવારજનો યુવતીને પાછી લઈ જવા માટે આવ્યા હતા.
એટલું જ નહિ પરંતુ યુવતીના પરિવારજનોએ મહાવીરસિંહ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. મહાવીરસિંહ સોમવારના રોજ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસે વિડિયો અને મૃત્યુ પામેલા યુવકના પિતાની ફરીયાદના આધારે 10 લોકો સામે ફરિયાદ નોંધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment