સુરતમાં એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર 21 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું…. મૃતક યુવતીના ભાઈએ કહ્યું કે “સાસરિયાંઓ ત્રાસ આપતા હતા…”

સુરતમાં બનેલી એક સુસાઈડની ઘટના સામે આવી રહી છે. સુરતના ડુમસના ગવિયર વિસ્તારમાં એક 21 વર્ષની યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. યુવતીએ એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. આ ઘટના બનતા જ યુવતીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાને લઈને મૃતક યુવતીના ભાઈએ જણાવ્યું કે, સાસરિયાંઓ દ્વારા તેની બહેનને સતત ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે બહેને સુસાઇડ કર્યું છે.

મૃતક પરિણીતા કરીનાની ફાઈલ તસવીર.

પ્રેમ લગ્ન માટે માતા પિતાની મંજૂરી લેવાનું ફરજિયાત કરવું જોઈએ. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, સુરતના ગવિયર વિસ્તારમાં 21 વર્ષની કરીના કિશન પટેલ નામની યુવતી પરિવાર સાથે રહેતી હતી. કરીને લગભગ એક વર્ષ પહેલા પોતાના પરિવારની મરજીના વિરુદ્ધમાં કિશન પટેલ નામના યુવક સાથે લગ્ન કર્યા હતા.

મૃતક યુવતીનો પતિ

મૃતક યુવતીનો પતિ

પ્રેમ લગ્નના ત્રણ મહિના બાદ પરિવારે દીકરીને સ્વીકારી લીધી હતી અને દીકરી પણ પોતાના પિયરમાં આવતી હતી. આ ઘટનાને લઈને કરીનાના ભાઈએ જણાવ્યું કે, કરીના પરિવારમાં એકની એક દીકરી હતી અને તે સૌની લાડકી હતી. કરીના એજ્યુકેટેડ હતી. સોશિયલ મીડિયાના માધ્યમથીતે કિશનના સંપર્કમાં આવી હતી. લગભગ બંને એક વર્ષ પહેલાં ભાગીને લગ્ન કર્યા હતા.

21-year-old married woman commits suicide in Surat | પ્રેમલગ્નના એક જ  વર્ષમાં ફાંસો ખાધો; ભાઈએ કહ્યું- સાસરિયાં ત્રાસ આપતાં હતાં, પ્રેમલગ્નમાં  માતા-પિતાની મંજૂરી ...

જેના કારણે અમારો પરિવાર તૂટી ગયો હતો. લગભગ ત્રણ મહિના સુધી અબોલાની જેમ પરિવાર કરીને સાથે રહ્યું હતું. પરંતુ કરીના પરિવારની એકની એક દીકરી અને બે ભાઈઓની એકની એક લાડકલી બેન હતી. એટલે પરિવારે તેના પ્રેમ લગ્ન સ્વીકારી લીધા હતા અને તેની સાથે બોલવાનું શરૂ કરી દીધું હતું.

કરીના જ્યારે પિયરમાં આવતી ત્યારે તેને તેની માતાને જણાવ્યું હતું કે, કિશન કાઈ કામ કરતો નથી અને એને મને મગદલ્લા પાર્ટી પ્લોટ માં કામ કરું છું તેમ કહીને મારી સાથે લગ્ન કર્યા હતા. હવે પિયરથી રૂપિયા લઇ આવવા માટે તે દબાણ કરે છે. આટલું જ ઘરમાં પણ કામકાજને લઈને માનસિક ત્રાસ આપે છે. સાસરિયામાં ઘર ચલાવવા માટે રૂપિયા નથી.

જાણવા મળી રહ્યું છે કે કરીને ગઈકાલે ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. આ બાબતની જાણ તેના માતા પિતાને લગભગ એક કલાક બાદ થઈ હતી. હાલમાં તો પોલીસે કરીનાના પરિવારજનોએ લગાવેલા આક્ષેપને લઈને તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*