સુરત શહેરમાં બનેલી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી રહી છે. આ ઘટના સુરતમાં હજીરા મેઈન રોડ ઉપર બની હતી. એક યુવક પોતાની મોપેડ ઉપર ભાઈ-ભાભી સાથે ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં અજાણ્યા ટ્રક ચાલકે તેમને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટનામાં મોપેડ ચલાવનાર યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં યુવકના ભાઈ-ભાભીને સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. યુવકનું મોત થતા જ તેના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.
જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલા યુવકના ભાઈએ નવી મોપેડ લીધી હતી. જેથી તેઓ પાલ આરટીઓ નંબર પ્લેટ લગાડવા માટે ગયા હતા. જ્યારે નંબર પ્લેટ લગાડીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.
મૃત્યુ પામેલા યુવકનું નામ જીગ્નેશ રાઠોડ હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી. તે સુવાલી ગામના ટેકરા ફળિયામાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. યુવક તેના ભાઈ અને ભાભી સાથે મોપેડ લઈને પાલ આરટીઓ ગયો હતો. ત્યાંથી તેઓ ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક અજાણ્યા ટ્રક ચાલકે પાછળથી તેમની મોપેડ ને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં જીગ્નેશ ટ્રકના ટાયરની નીચે અથડાઈ ગયો હતો. આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ 108 ની ટીમને અને પોલીસને કરવામાં આવી હતી.
પછી તો ઘટના સ્થળે પહોંચેલી પોલીસ સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. હાલમાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment