પાટણમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો. મળતી માહિતી અનુસાર પાટણના કાકોશી ગામે 20 વર્ષના યુવકે ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બન્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં બે દિવસની સારવાર બાદ યુવકનું મૃત્યુ નિપજ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં કાકોશી પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ સુરેશ બળવંતભાઈ હતું.
સુરેશે આઇટીઆઇમાં અભ્યાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર 4 વર્ષ પહેલા સુરેશની માતા સ્વર્ગવાસ પામી હતી. માતાના મૃત્યુ બાદ સુરેશ તેના પિતા અને નાનો ભાઈ ત્રણ જણા રહેતા હતા. માતાના મૃત્યુ બાદ સુરેશ પર રસોઈ તેમ જ ઘરના કામકાજની તમામ જવાબદારીઓ આવી ગઈ હતી.
સુરેશ પોતાની મૃત્યુ પામેલી માતાને ખૂબ જ યાદ કરતો હતો. મળતી માહિતી અનુસાર કેટલીક વાર તો સુરેશને પોતાની માતાને યાદ આવે ત્યારે તે ખૂબ જ તણાવમાં આવી જતો હતો. મળતી માહિતી અનુસાર સોમવારના રોજ સવારે તેના ગામમાં વાડામાં સુરેશે ઉધઇની દવા પી લીધી હતી.
ત્યારબાદ સુરેશની તબિયત લથડી ગઇ હતી અને તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે હોસ્પિટલમાં સુરેશ ભાનમાં આવ્યો ત્યારે માતાની યાદ આવતા તણાવમાં આવી જતો હતો એટલે ઉધઈની દવા પી લીધી હતી. એવું સુરેશે જણાવ્યું હતું.
ત્યારે બુધવારના રોજ સવારે આઠ વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુરેશનું મૃત્યુ નીપજયું હતું. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment