રાજકોટમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. ગઈકાલે જ્યારે દરેક પરિવાર રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી રહ્યો હતો. ત્યારે રાજકોટના એક પરિવારમાં ખુશીનો પર્વ માતમમાં ફેરવાઈ ગયો હતો. વિગતવાર વાત કરીએ તો રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટામાં નારાયણ નગરમાં રહેતી એક 20 વર્ષની વર્ષા સુનિલભાઈ ઓળકીયા નામની યુવતીએ ગઈકાલે 10:00 વાગ્યાની આસપાસ પોતાના ઘરમાં પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
વિગતવાર વાત કરીએ તો વર્ષાના લગ્ન દોઢ વર્ષ પહેલા સુનીલ નામના યુવક સાથે થયા હતા. ગઈકાલે રક્ષાબંધનના દિવસે વર્ષાને પોતાના એકના એક ભાઈને રાખડી બાંધવા માટે માવતરના ઘરે જવું હતું. વર્ષાના માવતર ગંજીવાડામાં રહે છે. વર્ષાએ પોતાના પતિને વાત કરી હતી કે તેને પોતાના ભાઈને રાખડી બાંધવા માટે તેના માવતરને ત્યાં જવું છે.
તેમ છતાં પણ ગઈકાલે સવારે વરસાના સાસુ અને પતિ બંને મામાજીના ઘરે જતા રહ્યા હતા. જેથી વર્ષાને આ વાત લાગી આવી અને તેને ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ પૂછપરછ માં જાણવા મળ્યું કે આ ઘટના બની ત્યારે વર્ષાની નણંદ અને દાદી ઘરે હાજર હતા.
સવારે લગભગ 10:00 વાગ્યાની આસપાસ દાદી ઉપરના માળે વર્ષાને રૂમમાં બોલાવવા માટે ગયા હતા. દાદીએ રૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ વર્ષાએ રૂમનો દરવાજો ખોલ્યો નહીં. પછી દાદીએ પડોશીને બોલાવીને રૂમનો દરવાજો તોડ્યો, ત્યારે રૂમની અંદર વર્ષા લટકતી હાલતમાં જોવા મળી હતી.
ત્યારબાદ તાત્કાલિક 108 ની ટીમને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ સાથે આવેલા ઈએમટી ડોક્ટરે વર્ષાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની માહિતી મળતા આજીડેમ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે વર્ષાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment