20 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… સુસાઈડ પાછળનું કારણ જાણીને આંખોમાં આંસુ આવી જશે…

સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને નાની ઉંમરના યુવાનો અને યુવતીઓ સુસાઇડ જેવું મોટું પગલું વધારે ભરી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 20 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. દીકરીના સુસાઇડ પાછળનું કારણ જાણીને તમે પણ રડી પડશો.

દીકરીને ભણવું હતું પરંતુ ભણવા માટે પૈસા ન હતા અને જેના કારણે દીકરી પોતાના અભ્યાસને લઈને ખૂબ જ ડિપ્રેશનમાં આવી ગઈ હતી. આ કારણોસર દીકરી સુસાઇડ કર્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના રાજસ્થાનના ભરતપુરમાં સોમવારના રોજ બની હતી.

મૃત્યુ પામેલી દીકરીનું નામ કુમકુમ હતું, તે બીએનો અભ્યાસ કરતી હતી. તેના ગામના લોકોએ જણાવ્યું કે, ભણવા માટે પૈસા ન હતા તેથી દીકરીએ આવી પરિસ્થિતિમાં સુસાઇડ કરી લીધું હતું. મળતી માહિતી અનુસાર કુમકુમના છ ભાઈ-બહેન છે. તેની માતાનું અવસાન થાય ચુક્યું છે. માતાના અવસાન બાદ તેના પિતાએ ફરીથી લગ્ન કર્યા હતા અને તેના પિતા મજૂરી કામ કરે છે.

સોમવારના રોજ 8:00 વાગ્યાની આસપાસ કુમકુમ પોતાના રૂમમાં ગઈ હતી. 10:00 વાગ્યાની આસપાસ કુમકુમ ના પિતા પાણી પીવા માટે ઊભા થયા હતા. ત્યારે કુમકુમ શું કરે છે તે જોવા માટે પિતા તેના રૂમમાં ગયા હતા. ત્યારે પિતાએ પોતાની દીકરી અહીં ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોઈ હતી.

ગામના લોકોના જણાવ્યા અનુસાર કુમકુમ આગળ ભણવા માગતી હતી. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પરિવારના લોકોએ તેને આગળ ભણવાની ના પાડી હતી. ત્યારથી દીકરી કુમકુમ ખૂબ જ ડિપ્રેશનમાં રહેતી હતી અને જેના કારણે તેને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*