રાજકોટ શહેરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં રાજકોટ શહેરના નાનામવા રોડ પર આવેલા લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી શીતલ ખીમજીભાઈ પારધી નામની 20 વર્ષની દીકરીએ ગઈકાલે સવારે પોતાના ઘરે પહેલા માળ રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
આ ઘટના બનતા આજે દીકરીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ માલવીયાનગર પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મૃત્યુ પામેલી દીકરી શીતલના પિતા મહાનગરપાલિકાના રોશની વિભાગમાં હેલ્પર તરીકે ફરજ બજાવે છે.
ગઈકાલે સવારે કપડાં ધોઈને શીતલે પોતાની નાની બહેનને કહ્યું હતું કે, હું કપડાં સૂકવવા માટે ઉપર જાવ છું. લગભગ એક કલાક થઈ ગઈ છતાં પણ શીતલ નીચે ન આવી. તેથી નાની બહેન મોટી બહેન શીતલને બોલાવવા માટે ઉપર ગઈ હતી. ત્યારે નાની બેન આરતી મોટીbબેન શીતલનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું.
આ દ્રશ્યો જોઈને તેને બુમાબુમ કરી હતી. ત્યારબાદ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ 108 ની ટીમ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલી દીકરીના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતું.
પોલીસ તપાસમાં શીતલના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું કે શીતલ સ્વભાવમાં તામસી હતી. શીતલે ઉપરની રૂમમાં ગળાફાંસો ખાધો તે પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. પોલીસને રૂમમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં શીતલે લખ્યું હતું કે મારા આ પગલાં પાછળ પરિવારનું કોઈ પણ સભ્ય જવાબદાર નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment