સુરત શહેરમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક વિદ્યાર્થીનીએ પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. મૃત્યુ પામેલી દીકરીનું નામ જાનવી દિલીપભાઈ પટેલ હતું. તેને “ગેમ ઓવર” લખેલું ટીશર્ટ પહેરીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
જાનવીની ઉંમર 20 વર્ષની હતી અને તે સ્કીમમાં આવેલી બીએચએમએચની કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. કોલેજમાં પરીક્ષામાં એટીકેટી આવવાના કારણે વિદ્યાર્થીએ આ પગલું ભર્યું છે તેવી હાલમાં શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર જહાંગીરપુરા સ્થિત પટેલ નગરમાં રહેતી જાનવીબેન દિલીપભાઈ પટેલે સોમવારના રોજ બપોરે પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ ઘટના બની ત્યારે જાનવી એકલી ઘરે હતી તેના પરિવારના સભ્યો બહાર ગયા હતા. પરિવારના સભ્યો જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમને દીકરીનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. મૃત્યુ પામેલી દીકરીના પિતા દિલીપભાઈ બાલિકામાં એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. ત્યારે દીકરીની માતા શિક્ષિકા છે.
મૃત્યુ પામેલી દીકરીનો ભાઈ પાલિકાના વેક્સિન વિભાગમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. દીકરીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને જહાંગીરપુરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સોમવારના રોજ દીકરીએ કોલેજની ફી ભરી હતી અને ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર જ્યારે પરિવારના લોકોએ દીકરીને લટકતી હાલતમાં જોઈ ત્યારે પરિવારના સભ્યો હેબતાઈ ગયા હતા અને દીકરીને નીચે ઉતારીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.
હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી. દીકરીનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી દિકરી જાનવીએ ગેમ ઓવર લખેલું ટીશર્ટ પહેરીને ગળાફાંસો ખાધો હતો. હાલમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે પરીક્ષામાં એટીકેટી આવવાના કારણે જાનવીએ આ પગલું ભર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment