ઘરના આંગણામાં રમી રહેલા 2 વર્ષના માસુમ બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે… હિમ્મત હોય તો જ આખી ઘટના વાંચજો…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક બે વર્ષના માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. બાળકના મોતનું કારણ જાણીને રૂવાડા બેઠા થઈ જશે. જાણવા મળી રહ્યું છે કે, માસુમ બાળક ગરમ દૂધથી દાઝી ગયો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

હોસ્પિટલમાં મોડી રાત્રે સારવાર દરમિયાન બાળકનું મોત થઈ ગયું હતું. મૃત્યુ પામેલા બાળકનું નામ તરુણ હતું. તરુણ ઘરના આંગણામાં રમી રહ્યો હતો. ત્યાં નજીકમાં ચૂલા ઉપર દૂધ ગરમ થઇ રહ્યું હતું. આ દરમિયાન તરુણ રમતા રમતા દૂધનું વાસણ પકડી લે છે અને પછી તો ગરમાગરમ દૂધ તરુણની ઉપર પડ્યું હતું.

જેના કારણે તરુણ ગંભીર રીતે દાઝી ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના 12 દિવસ પહેલા બની હતી. ત્યારે ગઈકાલે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તરુણનું મોત થયું હતું. આ ઘટના રાજસ્થાનના કોટામાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના 9 ઓગસ્ટના રોજ બની હતી. સવારમાં તરુણ ઘરના આંગણામાં રમી રહ્યો હતો અને તરુણની માતા સાત મહિનાની બાળકીને દૂધ પીવડાવી રહી હતી.

આ દરમિયાન પરિવારના સભ્યો ઘરમાં હાજર ન હતા. ત્યારે ઘરના આંગણામાં ચૂલા ઉપર છ થી સાત કિલો દૂધ ચડાવવામાં આવ્યું હતું. દૂધ ગરમ થઇ રહ્યું હતું. ત્યારે તરુણ અચાનક જ રમતા રમતા તે દૂધના વાસણ પાસે પહોંચ્યો હતો. ત્યારે અચાનક જ તે ગરમાગરમ દૂધ તરુણના શરીર ઉપર પડ્યું હતું.

જેના કારણે તરુણે બુમાબુમાકરી હતી દીકરાની બુમ સાંભળીને માતા તાત્કાલિક ત્યાં દોડી આવી હતી અને પછી દીકરાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ગઈકાલે મોટી રાત્રે સારવાર દરમિયાન તરુણનું મોત થયું હતું. માત્ર બે વર્ષના દીકરાનું મોત થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*