સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકી તો થઈ જતા હોઈએ છીએ અને ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમે પણ હચમચી જ હશો.
જેમાં પાંચમા માળેથી એક બે વર્ષનો માસુમ બાળકી નીચે પડે છે. પરંતુ નીચે ઉભેલા એક યુવક અને યુવતીએ બાળકીનો જીવ બચાવી લીધો છે. હાલમાં આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ વિડીયો ચીનના ઝેજિયાંગ પ્રાંતમાંથી સામે આવ્યો છે.
બાળકીને બચાવનાર વ્યક્તિનું નામ શેન ડોંગ છે તેવું જાણવા મળી રહ્યું છે. આ વ્યક્તિ રસ્તા પર પોતાની કાર પાર્ક કરી રહ્યો હતો, ત્યારે તે બે વર્ષની બાળકીને અચાનક પાંચમા માળેથી બારીમાંથી નીચે પડતી જુએ છે અને જેથી તે તાત્કાલિક બિલ્ડીંગ નીચે પહોંચીને તે બાળકી બચાવી લે છે.
આ યુવકની સાથે એક મહિલા પણ બાળકીનો જીવ બચાવવા માટે તેનો સાથ આપે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવક અને યુવતી એક બિલ્ડીંગની નીચે ઉપરની તરફ જોઈને ઉભેલા જોવા મળી રહ્યા છે. હકીકતમાં એક બે વર્ષની બાળકી પાંચમા માળેથી નીચે પડે છે.
તેને બચાવવા માટે યુવક અને યુવતી બિલ્ડીંગ નીચે પહોંચી ગયા હતા અને બહાદુરી બતાવીને યુવકે બે વર્ષની બાળકીનો જીવ બચાવી લીધો હતો. આ ઘટનાનો વિડીયો ચીનના સરકારી અધિકારી લીજિયન ઝાઓએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે.
Heroes among us. pic.twitter.com/PumEDocVvC
— Lijian Zhao 赵立坚 (@zlj517) July 22, 2022
આ વિડીયો અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો બાળકીનો જીવ બચાવનાર યુવકને રીયલ હીરો બતાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment