સુરતમાં ચોથા માળેથી 2 વર્ષનો બાળક ગેલેરીમાંથી પડ્યો નીચે, માતાની નજરની સામે પુત્રનું મૃત્યુ…

Published on: 11:37 am, Sat, 30 October 21

સુરતની એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સુરતના સહાય અને સિદ્ધિવિનાયક સોસાયટીની છે. અહીં સોસાયટીમાં એક માતા રસોઈ બનાવતી હતી ત્યારે એક બાળક ચોથા માળેથી ગેલેરીમાંથી રમતો રમતો નીચે પડ્યો હતો.

તેના કારણે બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. માતાની નજર સામે જ બાળક નીચે પડ્યો ત્યારબાદ બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ સિવિલ હોસ્પિટલમાં બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. માતાની નજર સામે એકના એક દીકરાનું મૃત્યુ થયું છે.

મૃત્યુ પામેલા બાળકના પિતાએ જણાવ્યું કે, એક દીકરી પર એકનો એક દીકરો હતો. આ ઘટના બનતા સંપૂર્ણ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બાળકનું નામ સાહિલ છે અને તે પરિવારમાં ખૂબ જ લાડલો હતો.

આ ઉપરાંત બાળકના પિતાએ જણાવ્યું કે હું કામ પર હતો અને મારી પત્ની કરી હતી. જ્યારે મારી પત્ની નો ફોન આવ્યો કે આ ચોથા માળેથી નીચે પડ્યો છે. ત્યારે હું તાત્કાલિક હોસ્પિટલ દોડી પહોંચ્યો હતો.

પરંતુ મને ત્યાં સાહિલનું મૃતદેહ જોવા મળ્યો. સાહિલ મૃત્યુની પિતાને ખબર પડતાં પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મળતી માહિતી અનુસાર તેઓ મૂળ કાનપુરના રહેવાસી છે. બાળકને રમતો છોડીને પત્ની રસોઈ બનાવી રહી હતી.

અને મોટી દીકરી નીચે રમવા ગઈ હતી. પત્ની પોતાના કામમાં હતી ત્યારે સાહિલ રમતો રમતો ગેલેરીમાંથી નીચે પડ્યો હતો માતાની નજર પડે તે પહેલાં તો સાહિલ ગેલેરીમાંથી નીચે પડી ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં ચોથા માળેથી 2 વર્ષનો બાળક ગેલેરીમાંથી પડ્યો નીચે, માતાની નજરની સામે પુત્રનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*