માત્ર બે સેકન્ડમાં 2 માળનું બિલ્ડીંગ પડી ગયું…, ઘટનાના સમયે 3 યુવકો નીચે બેઠા હતા પરંતુ તેઓ… જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ…

Published on: 4:22 pm, Thu, 25 August 22

હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટના રાજસ્થાનના જયપુરમાં મોડી રાત્રે લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ બની હતી. અહીં એક અભિમાન ની દુકાન અચાનક બે સેકન્ડમાં નીચે પડી ગઈ હતી. ઘટના બની ત્યારે ત્રણ લોકો દુકાનની અંદર હાજર હતા.

પરંતુ ઘટનાના પાંચ મિનિટ પહેલા તેઓ દુકાનની બહાર નીકળી ગયા હતા. દુકાન પડી તે પહેલા દુકાન અચાનક હલવા લાગી હતી. તેથી દુકાનમાં બેઠેલા યુવકો દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા. આ ઘટના માનસરોવરના પૃથ્વીરાજ નગરની છે. મળતી માહિતી અનુસાર અહીં બેઝમેન્ટના ખોદકામ સમયે આ દુર્ઘટના બની હતી.

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ દુકાનમાં નીચે સલૂન ચાલી રહ્યું હતું. જ્યારે ઉપરના માળે ડ્રાયફ્રુટ ના પેકિંગનું કામ ચાલી રહ્યું હતું. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, માત્ર બે સેકન્ડમાં બે માળનું બિલ્ડીંગ પડી જાય છે.

સમગ્ર ઘટનાને લઈને દુકાનના સંચાલકે જણાવ્યું કે, હું જ્યારે ખાવાનું ખાવા માટે દુકાન થી 100 મીટર દૂર ઘરે ગયો, ત્યારે હેલ્પર નો ફોન આવ્યો હતો કે, દુકાનની ખુરશી અને અન્ય સામાન હલી રહ્યો છે. અને દુકાનમાં ચર ચર અવાજ આવી રહ્યો છે. જેથી હું જમવાનું છોડીને દુકાન પર ગયો હતો.

આ ઘટના બની તેના પાંચ મિનિટ પહેલા દુકાનની અંદર રહેલા ત્રણ વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા. તેથી સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. દુકાન પડવાની માહિતી જયપુર નિગમને આપવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા નિગમની એક ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

હાલમાં આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતા જ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દુકાને જ્યોત જોતામાં દુકાન ના માલિકની સામે ધરાસાઈ થઈ ગઈ હતી. આ ઘટનામાં દુકાનના માલિકને સારું એવું નુકસાન થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માત્ર બે સેકન્ડમાં 2 માળનું બિલ્ડીંગ પડી ગયું…, ઘટનાના સમયે 3 યુવકો નીચે બેઠા હતા પરંતુ તેઓ… જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*