કામ પર જતા બે ભાઈઓને ટ્રક ચાલકે કચડી નાખે, 19 વર્ષના ભાઈનું ઘટના સ્થળે મોત… જુવાનજોધ દીકરાનું મોત થતા પરિવારના સભ્યો રડી રડીને અડધા થઈ ગયા…

A 19 year youth died in an accident: આજરોજ બનેલી એક દર્દનાક અકસ્માતની(accident) ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં બાઈક લઈને જતા બે ભાઈઓ સાથે કંઈક એવું બન્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. બંને ભાઈ બાઈક લઈને કામ પર જતા હતા, ત્યારે તેમને એક ટ્રક ચાલકે કચડી નાખ્યા હતા. આ ઘટનામાં એક યુવકના માથા ઉપર થી ટ્રકનું ટાયર પસાર થઈ જતા યુવકનું ઘટના સ્થળે મોત(19 year youth died) થઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકના હજુ થોડા દિવસો પહેલા આજે સંબંધ નક્કી થયો હતો અને નવેમ્બર મહિનામાં તેના લગ્ન થવાના હતા. પરંતુ તે પહેલા તો યુવકનું મોત થતા પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે. આ અકસ્માતની ઘટના ઝાંસીમાંથી સામે આવી રહે છે. મળતી માહિતી અનુસાર યુવકના મૃત્યુના સમાચાર જ્યારે તેની મંગેતરને મળ્યા ત્યારે તે બેહોશ થઈ ગઈ હતી.

આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનામાં યુવકના ફઈનો છોકરો ઈજાગ્રસ્ત થયો છે, તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. જાણવા મળી રહ્યું છે તે 19 વર્ષનો વિષ્ણુ મજૂરી કામ કરતો હતો. વિષ્ણુ અને તેના ફઈનો છોકરો બંને એક બિલ્ડિંગમાં કામકાજ કરવા માટે જતા હતા. ત્યારે આજ રોજ સવારે લગભગ 8.45 વાગ્યાની આસપાસ બંને બાઈક લઈને કામ પર જવા માટે નીકળ્યા હતા.

આ દરમિયાન વિષ્ણુ બાઇક ચલાવી રહ્યું હતું. ત્યારે રસ્તામાં સામેથી આવતા એક ઝડપી ટ્રકે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં વિષ્ણુનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે તેનો ફઈ નો છોકરો ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને ઘટનાની જાણ પોલીસને કરી હતી. વિષ્ણુના પરિવારને તેના મોતના સમાચાર મળતા જ વિષ્ણુના પરિવાર અને તેના મંગેતરના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. વિષ્ણુ ના નવેમ્બર મહિનામાં લગ્ન થવાના હતા તે પહેલા જ તેનું મોત થતા પરિવારના સભ્યો રડી રડીને અડધા થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*