જામનગરમાં ગરબા રમતી વખતે માત્ર 19 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં ગરબા રમતી વખતે ક્રિકેટ રમતી વખતે અથવા તો કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાના કારણે મોત થતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી રહી છે.

આ ઘટનામાં ગરબાની પ્રેક્ટિસ કરતી વખતે એક યુવકનું અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. મૃત્યુ પામેલા યુવકની ઉંમર માત્ર 19 વર્ષની હતી. યુવક પટેલ પાર્ક વિસ્તારમાં આવેલ ગરબા ક્લાસીસમાં ગરબાની પ્રેક્ટિસ કરવા માટે જતો હતો.

જ્યારે યુવક ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.ત્યારે અચાનક જ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત થયું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ વિનીત મેહુલકુમાર કુંવારીયા હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના બનતા યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

જાણવા મળી રહ્યું છે કે સમગ્ર ઘટના બન્યા બાદ ગરબા ક્લાસીસમાં હાજર લોકો યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોત ના સમાચાર મળતા જ પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા.

મિત્રો આ પહેલા પણ તમે હાર્ટ એટેકની ઘણી બધી ઘટનાઓ સાંભળી હશે. કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*