રાજકોટની કામદાર કોલેજમાં અભ્યાસ કરતા 19 વર્ષના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું… જાણો શું છે સમગ્ર ઘટના…

ગુજરાતમાં દિવસેને દિવસે સુસાઈડની ઘટનાઓ વધી રહે છે. ત્યારે રાજકોટ શહેરમાં બનેલી વધુ એક સુસાઈડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે અગમ્યા કારણોસર ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ ઋત્વિક ભરતભાઈ મેટલીયા હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી.

ઋત્વિક રાજકોટની કામદાર કોલેજમાં અભ્યાસ કરતો હતો. ઋત્વિકે અગમ્યા કારણોસર ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા જ તેને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઋત્વિક લિંબડી પથકના ચોકી ગામમાં રહેતો હતો. મળતી માહિતી અનુસાર ઋત્વિકે લોધિકા નજીક આવેલ રાતેયા ગામની સીમામાં ઝાડ પર લૂંગી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

ઘટનાની જાણ થતા આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી અને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારીને પોસ્ટમોટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું.

ઘટનાની જાણ થતા જ દીકરાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસ તપાસ અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો યુવક બે ભાઈઓમાં નાનો હતો અને તે નર્સિંગના બીજા વર્ષમાં કામદાર કોલેજમાં અભ્યાસ કરતો હતો. જાણવા મળી રહ્યું છે કે તે હોસ્ટેલમાં રહેતો હતો.

21 સપ્ટેમ્બર ના રોજ તે પોતાની કોલેજના પ્રિન્સિપલ ને ઘરે જવાનું કહીને કોલેજમાંથી નીકળી ગયો હતો. પછી તેને ગમ્યા કારણોસર ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. ઋત્વિકના પિતા ખેતી કામ કરે છે. ઋત્વિકે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી. ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*