છેલ્લા ઘણા સમયથી સુસાઇડના બનાવો ખૂબ જ વધી ગયા છે. ખાસ કરીને શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના સુસાઇડ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 19 વર્ષની વિદ્યાર્થીનીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. જ્યારે દીકરી ના પિતા મોડી સાંજે જમવા માટે દુકાનેથી ઘરે આવે છે, ત્યારે તેમની દીકરી રૂમમાંથી બહાર આવતી નથી.
પછી પિતા પોતાની દીકરીને બોલાવે છે પરંતુ તે દરવાજો પણ ખોલતી નથી. ત્યાર પછી તો પિતાએ ગમે તેમ કરીને રૂમમાં ડોકિયું કરીને જોયું ત્યારે પિતાને પોતાની દીકરી ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. ત્યારબાદ પિતાએ પડોશીને બોલાવીને તેમની મદદ થી રૂમનો દરવાજો તોડ્યો હતો અને દીકરીને નીચે ઉતારી હતી.
પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે દીકરીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના ઈન્દોરમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલી યુવતીનું નામ સ્નેહા યાદવ હતું અને તેને ગુરુવારના રોજ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
દીકરીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ સુધી કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર સ્નેહા બીકોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. જાણવા મળી રહ્યું છે કે, પરિવારમાં સ્નેહાથી નાની બે બહેનો છે. ગુરૂવારના રોજ ત્રણેય બહેનો રૂમમાં અભ્યાસ કરી રહી હતી. આ દરમિયાન વચલી બહેન રસોઈ બનાવવા માટે રૂમમાંથી બહાર ગઈ હતી.
જ્યારે સૌથી નાની બહેન કામ માટે બહાર ગઈ હતી. આ દરમિયાન સ્નેહા રૂમમાં એકલી હતી અને તે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતી. થોડીક વાર બાદ સ્નેહાએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને પછી તેને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સ્નેહા અભ્યાસમાં પણ ખૂબ જ સારી હતી. તેને શું ટેન્શન હતું તેની હજુ કોઈ પણ માહિતી મળી નથી. હાલમાં તો પોલીસે સ્નેહાનો મોબાઈલ જપ્ત કરી લીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment