છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત તમે એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં પરીક્ષામાં નપાસ થતાં શાળા કે કોલેજના વિદ્યાર્થીઓ સુસાઇડ જેવું પગલું ભરી લેતા હોય છે. ત્યારે આજે આપણે કેવી છે કે ઘટના વિશે વાત કરવાના છીએ. આ ઘટનામાં 12 ઓગસ્ટના રોજ એક 19 વર્ષના યુવકે સુસાઇડ કરી લીધું હતું.
કારણકે યુવક બે વખત નીટની પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ ગયો હતો. દીકરાનું મોત થતા જ પિતા ભારે આઘાતમાં સરી પડ્યા હતા. ત્યારે દીકરાના મોતના બે દિવસ બાદ પિતાએ પણ સુસાઇડ કરી લીધો છે. આ ઘટના બનતા જ હસતો ખેલતો પરિવારમાં માતમ ફેરવાઈ ગયો હતો.
આ ઘટના ચેન્નાઈ માંથી સામે આવી રહી છે. 19 વર્ષના વિદ્યાર્થીએ બે વખત નીટની પરીક્ષા આપી પરંતુ તે નીટની પરીક્ષા પાસ કરી શક્યો નહીં. જેના કારણે વિદ્યાર્થી ખૂબ જ હતાશ થઈ ગયું હતું. આ કારણોસર તેને સુસાઇડ કર્યું હતું તેવું કહેવામાં આવી રહ્યું છે. પોલીસને ઘટના સ્થળેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી.
દીકરાનું મોત થતા જ સૌથી મોટો આઘાત તેના પિતાને લાગ્યો હતો. પિતા પોતાના દીકરાનું મોત સહન ન કરી શકે અને પિતાએ આજરોજ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. પિતા સુસાઇડ કરે તે પહેલા તેમને આક્ષેપ કર્યો હતો કે, તેમના દીકરાના મૃત્યુ માટે નીટનું પ્રશાસન જવાબદાર છે.
દીકરાના મૃત્યુના બે દિવસ બાદ પિતાનું પણ મોત થતાં પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુસાઇડ કરનાર 19 વર્ષના વિદ્યાર્થીએ 2022માં ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી હતી.
પછી તેને બે વખત નીટની પરીક્ષા આપી પરંતુ બંને વખત તે પરીક્ષામાં ફેલ થયો હતો. ત્યાર પછી વિદ્યાર્થી ખૂબ જ પરેશાન રહેતો હતો. એટલા માટે પિતાએ તેને એક સારા એવા કોચિંગમાં પણ એડમિશન અપાવ્યું હતું. છતાં પણ દીકરાએ બહાર તારીખના રોજ સુસાઇડ કરી લીધું હતું અને દીકરાના મોતના બે દિવસ બાદ પિતાએ આજરોજ સુસાઇડ કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment