સમગ્ર દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી લોકો ચાલીને અયોધ્યા જઈ રહ્યા છે. આ બધા વચ્ચે જમ્મુ-કાશ્મીરની એક મુસ્લિમ યુવતીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જમ્મુ કાશ્મીરના ઉરી તાલુકાની રહેવાસી આ મુસ્લિમ યુવતી પોતાની પહાડી ભાષામાં રામ ભજન ગાય રહી છે અને જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થયેલો આ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો આ યુવતીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
#WATCH | Uri, J&K: On singing Ram bhajan in Pahari language, Batool Zehra says, “I heard a song by Jubin Nautiyal and I liked it very much. I thought that if it can be in Hindi, why can it not be in Pahari. I wrote it in Pahari and sang it. I recorded it and showed it to my sir.… https://t.co/xiIE8ojxgw pic.twitter.com/5NoDaRZqsu
— ANI (@ANI) January 15, 2024
19 વર્ષની આ મુસ્લિમ યુવતીનું રામ ભજન સાંભળીને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. આ મુસ્લિમ યુવતીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મોટી મોટી ન્યૂઝ એજન્સીએ આ યુવતી નો વિડીયો પોતાના ઓફિશિયલ પેજ પર પોસ્ટ કર્યો છે.
મુસ્લિમ યુવતીનું રામભજન સાંભળીને રામ ભક્તો ખૂબ જ ખુશ થઈ ગયા છે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે ન્યુઝ એજન્સી ANI પ્લેટફોર્મ એક્સ પર આ યુવતીનો વિડીયો પોસ્ટ કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment