અમરેલી જિલ્લામાં આવેલા ખોડિયાર ડેમમાં 19 વર્ષના યુવકે મૃત્યુની છલાંગ લગાવી – જાણો શા માટે યુવકે આ પ્રકારનું પગલું ભર્યું

Published on: 4:45 pm, Mon, 13 December 21

આજકાલ ગુજરાતમાં જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં બનેલી તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લામાં આવેલા ધારીના ગળધરા ખોડિયાર ડેમમાં 19 વર્ષના યુવકે ગઈકાલે સાંજે મૃત્યુની છલાંગ લગાવી હતી.

મળતી માહિતી અનુસાર ડેમની નજીક થી યુવકની બાઇક, પર્સ અને મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી ઉપરાંત ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારબાદ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકના પિતાએ પરીક્ષામાં નાપાસ થવાના કારણે જીવન ટૂંકાવ્યું હોવાની ધારા પોલીસમાં નોંધાવી છે. મૃત્યુ પામેલા યુવકનું નામ વિશાલ ભાઈ મુકેશભાઈ હરસાણી હતું.

મૃત્યુ પામેલો યુવક ધારી ખાતે કૃષિ શાળામાં અભ્યાસ કરી રહ્યો હતો. મૃત્યુ પામેલો યુવક હોસ્ટેલમાં રહેતો હતો. પરીક્ષા ચાલુ હોવાના કારણે તે ક્યારેક હોસ્ટેલમાં કે ક્યારેક પોતાના ફુવાના ઘરે રહેતો હતો.

મળતી માહિતી અનુસાર વિશાલ હાલમાં પરીક્ષાને લઇને માનસિક તણાવ અનુભવી રહ્યો હતો અને પરીક્ષામાં નાપાસ થવાના ભયના કારણે યુવકે ડેમમાં ઋતુની છલાંગ લગાવીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!