દેશભરમાં સુસાઇડના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં શનિવારના રોજ બપોરના સમયે એક વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂમમાં પંખા સાથે લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના બનતા જ હોસ્ટેલમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ પોલીસે યુવતીના મૃતદેહને નીચે ઉતારીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. હાલમાં તો યુવતીએ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. ઉપરાંત તેની રૂમમાંથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ પણ મળી નથી ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સુસાઇડ ની ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી રહી છે.
અહીં અટલ વિહારી વાજપેયી મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. સુસાઇડ કરનાર વિદ્યાર્થીનીનું નામ અરુણા હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. અરુણા મેડિકલ કોલેજની હોસ્ટેલ નંબર નવના રૂમ નંબર 603માં રહેતી હતા.
તેની સાથે રૂમમાં અન્ય બે વિદ્યાર્થીનીઓ પણ રહેતી હતી. જેમાંથી એક ભોપાલ ગઈ હતી અને બીજી લાઈબ્રેરીએ ગઈ હતી. આ દરમિયાન અરુણાએ પોતાના દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. જ્યારે અન્ય એક યુવતી લાઇબ્રેરીએથી પોતાની રૂમમાં આવી ત્યારે તેને રૂમનો દરવાજો બંધ જોયો હતો.
તેને ઘણી બુમાબુમ કરી અને દરવાજો ખખડાવ્યો પરંતુ અરુણાએ દરવાજો ખોલ્યો નહીં. ત્યારબાદ આ ઘટનાની જાણ અન્ય લોકોને કરવામાં આવી હતી. પછી રૂમનો દરવાજો તોડવામાં આવ્યો ત્યારે અંદરથી અરુણાનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.
પછી તેને નીચે ઉતારીને તાત્કાલિક મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવી જ્યાં હાજર ડોક્ટરે તેની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. અરુણાએ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment