નેશનલ હાઈવે પર પાછળથી આવતા ટ્રકે, બાઈક સવાર 19 વર્ષની યુવતીને કચડી નાખી – દીકરીનું મૃત્યુ થતા આખું પરિવાર હિબકે ચડ્યું…

Published on: 12:32 pm, Sun, 7 August 22

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં એક જણાની બેદરકારીના કારણે હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો હશે. ત્યારે હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં નેશનલ હાઈવે પર એક ટ્રક ચાલકે બાઈક પર સવાર યુવતીને કચડી નાખી હતી.

જેના કારણે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આસપાસના લોકો યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ સારવાર દરમિયાન યુવતીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. દીકરીના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાને નેશનલ હાઈવે પર જમુના બાગની છે.

નાગલા કેહરી ગામમાં રહેતી 19 વર્ષીય સોની યાદવ નામની યુવતી શનિવારના રોજ બપોરના સમયે UP-75 Z 7650 નંબરની બાઈક લઈને બહારગામ થી પોતાના ગામ તરફ આવી રહી હતી. આ દરમિયાન રસ્તામાં પાછળથી આવતા એક ટ્રકે યુવતી ની બાઈક અને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

જેના કારણે બાઇક પર સવાર યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માતની ઘટના બનતા આજે ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલી સોની ને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું કારણ મૃત્યુ નીપજ્યું હતું. દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારના લોકો પણ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. માત્ર 19 વર્ષની દીકરીનું મૃત્યુ થતાં પરિવાર સહિત સમગ્ર ગામના લોકો માતમ છવાઈ ગયો હતો. સોનીનું મૃત્યુ માથાના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચવાના કારણે થયું હતું.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે સોનીના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સોની બીકોમ ના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નેશનલ હાઈવે પર પાછળથી આવતા ટ્રકે, બાઈક સવાર 19 વર્ષની યુવતીને કચડી નાખી – દીકરીનું મૃત્યુ થતા આખું પરિવાર હિબકે ચડ્યું…"

Leave a comment

Your email address will not be published.


*