રાજકોટમાં માત્ર 19 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, આ પગલું ભરતા પહેલા પોતાના પતિને એવી વાત કરી હતી કે… જાણો સમગ્ર ઘટના

રાજકોટ શહેરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક જીવવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના રામનાથપરામાં ગરુડ ગરબી ચોક શેરી નંબર 13 માં રહેતી 19 વર્ષની યુવતીએ છતના હુકમાં દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.

ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, પોતાના પ્રેમી અંગે પતિને વાત કર્યા બાદ યુવતીએ મૂંઝવણમાં આ પગલું ભરી લીધું હશે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મૃત્યુ પામેલે યુવતીનું નામ નવોઢા આરીફા કાકન શેખ હતું. તેની ઉંમર 19 વર્ષની હતી.

તેને છતની હુક સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ 108ની ટીમને કરવામાં આવી હતી. 108ની ટીમ દ્વારા આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે યુવતીના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી યુવતીના પતિએ જણાવ્યું કે, તેના લગ્ન આરીફા સાથે દસ મહિના પહેલા ધામધૂમથી થયા હતા. લગ્ન બાદ તે પોતાની પત્ની સાથે રાજકોટ રહેવા આવી ગયો હતો.

ગઈકાલે અચાનક જ મારી પત્નીએ મને પોતાના જુના પ્રેમ વિશે વાત કરી હતી. તે મને કહેતી હતી કે મારા પહેલા તે બીજા સાથે પ્રેમમાં હતી અને હું તેની સાથે ભાગીને લગ્ન કરવાની હતી. પરંતુ મારા પરિવારને તમારી સાથે પરાણે મારા લગ્ન નક્કી કરાવી નાખ્યા હતા. હું આગલા પ્રેમી પર ગુસ્સે ભરાઈ હતી જેથી મેં તમારી સાથે લગ્ન કરી લીધા.

આ વાત સાંભળીને મેં તેને જૂનું બધું ભૂલી જવાનું કહ્યું હતું અને મારી સાથે નવી જિંદગી પસાર કરવાનું કહીને તેને સમજાવી હતી. પરંતુ ત્યારબાદ તે સતત મૂંઝવણમાં હોય તેવું લાગતું હતું. પછી તો હું તેને સમજાવીને બહાર ગયો હતો. જ્યારે હું ઘરે પાછો આવ્યો ત્યારે મેં તેને લટકતી હાલતમાં જોઈ હતી. યુવતીના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. યુવતીના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટેની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*