નવસારીમાં 19 વર્ષની યુવતીએ બાથરૂમમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું… માતા-પિતાનું હૈયાફાટ રૂદન…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે સુસાઇડના બનાવો વધી રહ્યા છે. ત્યારે નવસારીમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 19 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ દીકરીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે 19 વર્ષની યુવતીએ ગઈકાલે મોડી રાત્રે બાથરૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

વિગતવાર વાત કરીએ તો નવસારીમાં નારણભાઈ ચૌધરી નામના વ્યક્તિ પોતાની પત્ની, 4 દીકરી અને એક દીકરા સાથે રહે છે. ત્યારે ગઈકાલે રાત્રે નારણભાઈની સૌથી નાની દીકરી ભૂમિકા બાથરૂમમાં ન્હાવા માટે ગઈ હતી. ઘણો સમય થઈ ગયો છતાં પણ ભૂમિકા બાથરૂમમાંથી બહાર ન આવી એટલે પરિવારના સભ્યોએ બાથરૂમનો દરવાજો ખખડાવ્યો હતો.

પરંતુ અંદરથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહીં. પછી પરિવારના સભ્યોને શંકા ગયા અને ત્યારબાદ પરિવારના સભ્યોએ બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. ત્યારે બાથરૂમમાંથી ભૂમિકા ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

ત્યારબાદ પરિવારના લોકોએ આ ઘટનાની જાણ પડોશીને કરી હતી. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા નવસારી ટાઉન પોલીસના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતાં.

ત્યારબાદ પોલીસે ભૂમિકાના મૃતદેહને કબજે લઈને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ભૂમિકાએ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. સુસાઇડનું કારણ જાણવાની પોલીસની કામગીરી ચાલુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*