સાયકલ લઈને ક્લાસીસમાં જતી 17 વર્ષની વિદ્યાર્થીનીને ટ્રેક્ટર ચાલકે કચડી નાખી, દીકરીનું ઘટના સ્થળે તડપી તડપીને મોત… ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહી ગયું…

છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડે છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટર ચાલકની બેદરકારીના કારણે 17 વર્ષની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ટ્રેક્ટર ચાલાકે સાયકલ પર ક્લાસમાં જતી વિદ્યાર્થીનીને કચડી નાખી હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ એક ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યાર પછી મૃત્યુ પામેલી વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ અકસ્માતની ઘટના હરિયાણાના કરનાલમાં બનેલી છે.

મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીનું નામ પાયલ હતું અને તેની ઉંમર 17 વર્ષની હત. પાયલ બારમા ધોરણમાં મેડિકલની વિદ્યાર્થીની હતી. તે મોટી થઈને ડોક્ટર બનવા માંગતી હતી. પરંતુ તે પહેલા એડ કરચાલકની બેદરકારીના કારણે દીકરીના બધા સપના તૂટી ગયા. પાયલ છેલ્લા ઘણા સમયથી કરનાલમાં પોતાની માસીના ઘરે રહેતી હતી.

લગ્ન હોવાના કારણે બે દિવસ પહેલા પાયલને પોતાના ગામ મોકલવામાં આવી હતી. જેથી બે દિવસ પાયલ સાયકલ લઈને પોતાના ગામથી કરનાલ અભ્યાસ કરવા માટે જતી હતી. ઘટનાના દિવસે સવારે લગભગ 7.40 વાગ્યાની આસપાસ તે પોતાના ઘરેથી નીકળી હતી. આ દરમિયાન રસ્તા પર સામેથી આવતા ટ્રેક્ટર તેને કચડી નાખી હતી.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હોવાના કારણે પાયલનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રેક્ટર ચાલક ઘટના સ્થળે જ ટ્રેક્ટર મૂકીને ફરાર થઈ ગયો હતો. આસપાસના કેટલાક લોકો દીકરીને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો પાયલનું મૃત્યુ થઈ ગયું હતું.

પાયલના મૃત્યુ ના સમાચાર મળતા જ પરિવાર દોડતું થઈ ગયું હતું. પરિવારના સભ્યોએ જણાવ્યું કે દીકરીનો જન્મદિવસ થોડાક દિવસ પહેલા જ ધામધૂમથી ઉજવ્યો હતો. તેમને ક્યાં ખબર હશે કે તેમનો આ જન્મદિવસ તેમની દીકરીનો છેલ્લો જન્મદિવસ હશે. ઘટનાને લઈને પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*