માત્ર 17 વર્ષની વિદ્યાર્થીનીએ 10માં માળેથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું, મૃત્યુ પહેલા સુસાઇડ નોટમાં લખ્યું કે “ગુડ બાય મમ્મી-પપ્પા, મને…”

છેલ્લા ઘણા સમયથી દેશમાં સુસાઇડની ઘટનાઓ વધી રહે છે. ખાસ કરીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સુસાઇડ જેવું મોટું પગલું વધારે ભરી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વિદ્યાર્થીનીએ બિલ્ડીંગના દસમાં માળેથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. વિદ્યાર્થીની લગભગ 100 ftની ઊંચાઈએથી નીચે જમીન પર પડી હતી.

આ કારણોસર તેનું દર્દનાક મોત થયું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તેમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને વિદ્યાર્થીનીના રૂમમાંથી એક ડાયરી પણ મળી આવી છે. જેમાં તેને લખ્યું હતું કે ‘ગુડબાય મમ્મી અને પપ્પા. મને માફ કરજો.’ વિદ્યાર્થીનીએ શા માટે આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

મૃત્યુ પામેલી વિદ્યાર્થીની NEETની તૈયારી કરી રહી હતી. આ ઘટના બુધવારના રોજ સાંજના સમયે રાજસ્થાનના કોટામાં એક બહુમાળી બિલ્ડિંગમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીનું નામ કૃષ્ણા હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. તે રાજસ્થાનના બાડમેરની રહેવાસી હતી.

ચાર ભાઈ બહેનો માટે ત્રીજા નંબરે હતી. તે ઓનલાઇન NEETની તૈયારી કરી રહી હતી. ચારેય ભાઈ બહેન લેન્ડમાર્ક સીટી વિસ્તારમાં ક્રિષ્ના પેરેડાઇઝ નામની બિલ્ડિંગમાં ભાડાના ફ્લેટમાં રહે છે. મળતી માહિતી અનુસાર સાંજના સાત વાગ્યાની આસપાસ કૃષ્ણાએ દસમા માળેથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેવી માહિતી મળી હતી.

ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતા જ મૃત્યુ પામેલી દીકરીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીની બિલ્ડીંગના બીજા માળે રહેતી હતી. પરંતુ સાંજના સમયે તે બીજા માળેથી દસમાં માળે ગઈ હતી અને ત્યારબાદ ત્યાંથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

મૃત્યુ પામેલી વિદ્યાર્થીની પાસે પોતાનો મોબાઈલ ન હતો. તેને કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. પોલીસે હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*